Friday, November 22, 2024
Google search engine
HomeLimkheda - લીમખેડાદાહોદ જિલ્લાના લીમખેડા મામલતદાર દ્વારા આજે દુધિયા ગામની અન્ય એક દુકાનને શીલ...

દાહોદ જિલ્લાના લીમખેડા મામલતદાર દ્વારા આજે દુધિયા ગામની અન્ય એક દુકાનને શીલ મારવામાં આવી

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધિયા ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા કલેક્ટરના જાહેરનામાને અનુસંધાને દુધિયા ગામમાં સવારે ૦૭:૦૦ થી ૧૧:૦૦ કલાક સુધી માત્ર જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ જેવી કે કરિયાણા, દૂધ, શાકભાજી, મેડિકલ સ્ટોરની દુકાનો ખોલવા માટે ઠરાવ કરવામાં આવ્યો હતો. પરંતુ  કેટલાક વેપારીઓ દ્વારા પોતાની દુકાનો  સમય પહેલા ખોલતા લીમખેડા મામલતદાર ઘનશ્યામભાઈ પટેલ દ્વારા આજે દુધિયામાં કાપડની દુકાન ધરાવતા પ્રજાપતિ રાકેશભાઈ પુંજાભાઈની દુકાનને શીલ કરવામાં આવી હતી.

દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડેલ છે જે મુજબ સવારના ૦૭:૦૦ થી ૧૧:૦૦ કલાક સુધી આવશ્યક ચીજવસ્તુ જેવી કે દૂધ, કરિયાણા, શાકભાજી અને મેડિકલની દુકાનો ખુલ્લા રાખવા તથા બપોરના ૦૧:૦૦ વાગ્યાં થી સાંજના ૦૫:૦૦ વાગ્યા સુધી બીનઆવશ્યક ચીજવસ્તુની અન્ય દુકાનો ખોલવા મંજૂરી આપેલ છે પરંતુ ૧૧:૦૦ વાગ્યાના સમય બાદ બજારો સુમસામ થઈ જતા બિનઆવશ્યક ચીજ વસ્તુના વેપારીઓ દ્વારા સવારથી જ પોતાની દુકાનો ખોલી દેવામાં આવે છે. જે અનુસંધાને આજે તા.૧૨/૦૫/૨૦૨૦ ને મંગળવારના રોજ દુધિયામાં એક કાપડની દુકાન ખુલ્લી રાખતા લીમખેડા મામલતદાર દ્વારા તે કાપડની દુકાનને તા.૧૭/૦૫/૨૦૨૦ સુધી શીલ કરવામાં આવી છે. મામલતદાર દ્વારા સીલ કરેલ દુકાનોને કલમ – ૧૪૪ ના ભંગ અને ગ્રામપંચાયતના ઠરાવ મુજબ સમય પાલન ના ભંગ બદલ ₹.૫૦૦૦/- ના દંડની જોગવાઈ હોય ગ્રામ પંચાયત દ્વારા સદર દંડ વસૂલી સીલ મારેલ દુકાનોનું સીલ જવાબ પંચકેસ કરી તોડવા કહેલ છે, તથા આ નિયમ ભંગ કરનાર અને દંડની રકમ નહિ ભરનાર દુકાનદાર પર કલમ – ૧૮૮ મુજબ બિનજામીન પાત્ર કાર્યવાહી કરવા સૂચન આપેલ છે. તેવું દુધિયા ગ્રામ પંચાયતના સરપંચ મનુભાઈ ભુરીયા જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments