SMIT DESAI –– SANJELI
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના મુખ્ય મથકના રાજમાર્ગોમા રખડતા ઢોરોનો ત્રાસ દિવસે દિવસે વધતો જાય છે. પશુપાલોકોની બે દરકારીના કારણે સવાર સાંજ પોતાના પાલતુ પશુઓ ઘર અંગને બાંધવાંના બદલે બજારમાં છુટા ચરી ખાવા માટે છોડી દેવામાં આવે છે. આથી સંજેલી નગરમાં દિવસ દરમિયાન સંજેલી બસ સ્ટેશન, મેન બજાર, સાક માર્કેટ, માંડલી ચોકડી વગેરે વિસ્તારમાં જ્યાં ત્યાં રખડતા ઢોરો વાહન ચાલોકો માટે રોજિંદા ત્રાસ રૂપ બની ગયા છે. જાહેર રસ્તા પર ટોલે ટોળા વળીને જ્યાં ત્યાં ટોળે વળીને ઉભા રહેતા વાહન ચાલોકોને ભારે મુશ્કેલી પડે છે.