Thursday, January 23, 2025
Google search engine
HomeSanjeli - સંજેલીદાહોદ જિલ્લાના સંજેલીનાં માંડલી રોડ પર આવેલ આંગણવાડી ની આસપાસ પારાવાર ગંદકીનું...

દાહોદ જિલ્લાના સંજેલીનાં માંડલી રોડ પર આવેલ આંગણવાડી ની આસપાસ પારાવાર ગંદકીનું સામ્રાજય : બાળકોના આરોગ્ય સાથે ચેડાં, તંત્ર કુંભકર્ણની નિદ્રામાં

સંજેલી માંડલી રોડપર આવેલ મોહમદી આંગણવાડી કેન્દ્રના બાળકોની દયનીય દશા
સંજેલી તા.૦૧/૦૨/૨૦૨૦ ને શનિવારના રોજ ખદબદતી ગંદકી કાદવ કિચડ અને દુર્ગધઃ વચ્ચે નાના બાળકોના આરોગ્ય સાથે ચેડા.
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલી માંડલી રોડની આંગણવાડીની આસપાસ પારાવાર ગંદકીનું સામ્રાજય છવાઇ ગયુ છે, સંજેલીના કેટલાય નાના ભૂલકાઓને આગણવાડીમાં જતા આવતા કાદવ કિચડનો સામનો કરવો પડે છે. એક તરફ આપણા દેશમાં સ્વચ્છતા અભિયાનની ગુલબાગો છોલવામાં આવી રહી છે. ત્યારે નગર પાલીકા કે ગ્રામ પંચાયતોને ગંદકી કરનારા સામે કડક પગલા ભરવાની ગાઇડ લાઇન આપવામાં આવી છે. ઉડકહાથે કામ લેવા તેમજ જરુર જણાયતો મોટો દંડ પણ ફટકારી શકાય છે ત્યારે સંજેલીની આ આંગણવાડી વારંવાર ગંદકી પ્રશ્નને લોકોમાં ચર્ચાનો વિષય બની ગઇ છે. નજીકમા જ કચરાના ઢગલા વચ્ચે બાળકોને આંગણવાડીમાં મુકવામાટે આવતા વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે. વારંવાર કેટલાક વાલીઓએ આંગણવાડી સંચાલકોનું ગંદકી બાબતે ધ્યાન પણ દોર્યુ છે. છતા કોઇ યોગ્ય સફાઇ માટે ધ્યાન આપવામાં ન આવતા વાલીઓમાં ભારે રોષ ફેલાઇ રહયો છે. સંજેલી મસ્જિદ ફળીયા, માંડલી રોડ તથા આસપાસના બાળકો દરરોજ આંગણવાડીમાં કેવી રીતે ગંદા પાણીનાં ખાબોચીયા ઉલેચતા કુદતા આવે છે તે દુખ વ્યકત કરતા વાલી સંજેલીની આ આંગણવાડીને તાળા બંધી કરવાનું વિચારી રહ્યા છે. માથા ફાટ દુર્ગધ વચ્ચે આ આંગણવાડીના બાળકોના આરોગ્યનો પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે. જો ટુંક સમયમાં યોગ્ય સાફ સફાઇ નહિ થાય તો જાગૃત વાલીઓ આ આંગણવાડી કેન્દ્રને તાળા બંધી કરશે તેવું ચર્ચાઇ રહયુ છે.
BYTE > > યાશીનભાઇ ડોકિલા > > સંજેલી > > – – અમે સંજેલીની આ આંગણવાડીમાં મારા છોકરાને મુકવા માટે ગયા હતા. બાળકોને આંગણવાડીમાં કેવી રીતે અંદર જવું તેજ એક પશ્ન ઉભો થયો છે. આવવા-જવાના રસ્તા પર જ ગંદકી અને શ્ચિડ જામેલા છે. આજુ બાજુ ગંદા પાણીના ખાબોચીયા છે. આવામાં બાળકોના આરોગ્યનું શુ ? એક ચારે તરફ નવા નવા રોગો આવે છે, દેશમાં સ્વચ્છતા અભિયાનની મોટી મોટી વાતો કરવામાં આવે છે ત્યારે માંડલી રોડ પરની આ આંગણવાડીની કોઇ અધિકારીઓ કેમ ધ્યાન આપતા નથી ? જો યોગ્ય સફાઇ નહિ થાય તો અમો બધા વાલીઓ ભેગા મળીને તાળા બંધ કરીશું.
BYTE > > ઇમરાનભાઇ સાઠીયા > > સ્થાનિક રહીશ > > સંજેલી > > – – સંજેલીની આ આગણવાડીમાં નાના નાના છોકરા આવે છે કેટલીય વાર બાળકો ગંદા પાણીમાં પડી જાય છે. મે ફેશબુકમાં પણ કેટલીયવાર ફોટા મુકયા છે. અંધરી નગરી જેવું કામ છે. રોડ પર દરરોજ ગંદા પાણી ફરી વળે છે. સફાઇનુ કોઇ જ ધ્યાન આપવામાં આવતું નથી. સંજેલીની આંગણવાડીની આસપાસ યોગ્ય સફાઇ ન થાય તે કેવુ કહેવાય ? ટુંક સમયમાં અમે આંગણવાડીને તાળા બંધા કરીશુ આ આગણવાડી પ્રત્યે ભેદભાવ રાખવામાં આવે છે. મોડલ ગુજરાતમાં સફાઇ માટે પણ આદોલન કરવું પડશે કે શું ?
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments