સમગ્ર દેશમાં લોકડાઉન છે ત્યારે સંજેલી તાલુકામાં તેના અમલ માટે પોલીસ તંત્ર સતત દોડધામ કરી રહ્યો છે ત્યારે સંજેલી ખાતે તા.૨૭/૦૪/૨૦૨૦ ને સોમવારના અંદાજે ૦૪:૩૦ વાગ્યાના સમયે મુસ્લિમ યુવાનો અંદોરો અંદર ઝઘડી પડયાનો બનાવ સંજેલી પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના મુખ્ય મથક સંજેલીના ડીસ્લેરી ફળિયામાં રહેતા રિઝવાન કરીમભાઈ કાસમવાળા હાલમાં લોકડાઉન હોઈ તેના પરિવાર સાથે ઘરે હતા. પરંતુ રમજાન માસનો ઉપવાસ હોવાના કારણે ડીસ્લેરી ફળિયા માંથી તરબૂચ લેવા માટે ઇસુબભાઈ ગણીભાઈ મોરાવાળાની દુકાને ગયા હતા અને ત્યાંથી પરત ફરતા નિશાર સત્તાર મોડાસિયા ની દુકાન આગળ જતા હતા ત્યારે રિઝવાનને જોઈ નિસાર મોડાસીયા હાથમાં પથ્થર લઈને માં બેન સમાન ગારો બોલી તેને મારવામાટે દોડી આવ્યો હતો. આ બને વચ્ચે બોલા ચાલી થતા કરીમ સત્તાર મોડાસીયા પણ હાથમાં છરો લઈને દોડી આવ્યો હતો. ત્યારબાદ સાજીદ અને સહલ મોડાસીયા પણ દોડી આવ્યા હતા અને એકલા પડેલા રિઝવાન સાથે માર ફૂટ કરી હતી અને જમીન ઉપર પાડી દેતા બચાવો બચાવોની બુમ પાડતા બાજુમાં રહેતા રિઝવાનના બનેવીએ જોયું કે આ મોડાસીયા પરિવારના ચાર લોકો રિઝવાને બે ફામ મારી રહ્યા છે અને લોહીલુહાણ કરી દીધેલો હોય તેના બચાવ માટે રિઝવાન મજિતભાઈ પટેલ છુટા પાડવા માટે દોડી આવ્યા હતા ત્યારે કરીમ મોડાસીયાએ જણાવ્યુ હતું કે આજે તો તું બચી ગયો પણ હવે તું બીજી વાર મળીશ તો જાન થી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ રિઝવાન ના બનેવી તેને દવાખાને તેમજ પોલીસ સ્ટેશનને લાવ્યા હતા. ત્યાં રિઝવાન ના કાકા રહીમભાઈ કાસમવાલા એ દવાખાને તેની સારવાર કરાવીને સંજેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. તે ફરિયાદને આધારે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી કરેલ છે.