દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં મુખ્ય મથક સંજેલી ખાતે તા.૧૧/૦૧/૨૦૨૧ ને સોમવારના રોજ કન્યા વિદ્યાલયના પટાંગણમાં દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને દાહોદ જિલ્લા શિક્ષણ સમિતિના સહયોગથી સંજેલી, સિંગવડ અને ફતેપુરા તાલુકાના સંયુક્ત બ્લડ ડોનેટશન કેમ્પ યોજાયો. જેમાં ફતેપુરા ધારાસભ્ય રમેશભાઈ કટારા, DPEO દાહોદ, સંજેલી મામલતદાર, સંજેલી TDO, જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ સુરતાનભાઈ કટારા, શિક્ષક સંઘના મહામંત્રી હસમુખભાઈ પંચાલ, રાજ્ય સંઘના સિનિયર મંત્રી રમેશભાઈ મછાર તેમજ ત્રણેય તાલુકાનાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સંજેલીની કન્યા વિદ્યાલય ખાતે દીપ પ્રાગટ્ય કરી રકતદાન કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો. દાહોદ રેડ ક્રોસ સોસાયટીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દાહોદ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર સરદારસિંહ બારીયા, પીછોડા કેળવણી મંડળના પ્રમુખ રમીલાબેન બારીઆ પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ૮૦ થી પણ વધુ શિક્ષક ભાઈ – બહેનોએ રક્તદાન કર્યું હતું અને ત્યારબાદ તેઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા તેમજ બ્રહ્માકુમારી ઈશ્વરી વિદ્યાલયના પ્રચારક દ્વારા એક ભેટ પણ આપવામાં આવી હતી. ત્યારબાદ પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ સુરતાનભાઈ કટારાએ રક્તદાનનું મહત્વ સમજાવ્યું હતું
દાહોદ જિલ્લાના સંજેલીમાં બ્લડ ડોનેટશન કેમ્પનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
RELATED ARTICLES