દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આજે વહેલી સવારથી જ આકાશમાં કાલા ડિબાંગ વાદળ છવાઇ ગયા હતા. એક તરફ દિવાળીના તહેવારને લઈને નાના મોટા દુકાનદારોએ પોતાના રોજગાર માટે દુકાનો જમાવી હતી અને તેમાં સવારના સમયે વરસાદી છાંટા પડતા વેપારી વર્ગ માં ભારે ચિંતા છવાઈ હતી. અને સવારથી થોડી થોડી વારે છાંટા પડવાનું ચાલુ રહેતા દિવાળીના દિવસે જ મેઘરાજાની પધરામણી થતાં વેપારીઓની દિવાળી બગડી હતી અને આખો દિવસ થોડી થોડી વાર છાંટા પડતા વેપાર ઉપર વિપરીત અસર થઇ હતી.
દાહોદ જિલ્લાના સંજેલીમાં વહેલી સવારથી જ આકાશમાં કાલા ડિબાંગ વાદળ છવાઇ ગયા
RELATED ARTICLES