SMIT DESAI –– SANJELI
દાહોદ જિલ્લાના સંજેલી ઝાલોદ રોડ પર જનપથ યોજના અંતર્ગત આર.સી.સી. રોડનુ અધુરુ કામ છોડી દેવાતા વાહન ચાકોને તેમજ રાહદારીઆરને રોજિંદી મુશ્કેલી પડી રહી છે. ઉનાળાના સમયમાં માર્ગ અને મકાન વિભાગ તરફથી સંજેલી ઝાલોદ તરફના રોડના ભાણપુર ચોકડી થી ઇટાડી તરફના અંદાજીત 300 મીટર જેટલા રસ્તાનુ આર.સી.સી. રોડનુ કામ હાથપર લેવામાં આવ્યું હતુ. ગોકળગાયની મંથર ગતીએ ચાલતા આ કામને ચોમાસુ પણ પૂર્ણ થવાને આરે છે પરંતુ આ રોડ પર કેટલીક જગ્યાઓ પર આર.સી.સી. રોડ પર જ રોડની સાઈડમાં બેસાડવાના બ્લોકના ઢગળા ખડકી દેવામાં આવ્યા છે. આથી નાના મોટા વાહન ચાલકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવતા જતા વાહન ચાલકોને આ રસ્તા પર પસાર થતા સાઇડ અપવામાં અવાર નવાર મુશ્કેલી ઉભી થાય છે. રસ્તાના કામ માટે લાવેલા બ્લોક સાઈડોમાં પુરવાના બદલે રોડ પર જ કેટલાય સમયથી પડેલા નજરે પડે છે. આ બાબતે તંત્ર દ્વારા ક્યારે પગલાં ભરવામાં આવશે ? ક્યારે રસ્તાની સાઈડમાં બ્લોક લગાવવામાં આવશે કે પછી તંત્ર આ બાબતની સામે આંખ આડા કરી તેની અવગણના કરશે? તેવી સંજેલીના ગામના લોકોમાં લોકમુખે ચર્ચા થઈ રહી છે