
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉપરથી સંજેલી તાલુકા પંચાયત કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી. આ રેલીને તાલુકા સુપરવાઇઝર અને તાલુકા લેપ્રેસી સુપરવાઇઝર દ્વારા લીલીઝંડી આપી શરુઆત કરવામાં આવિ હતી. રેલીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ FHS, FHW, MPHW અને આશાવર્કર બહેનો બેનરો સાથે સુત્રોચ્ચાર કરી રેલીની શરુઆત કરવામા આવી હતી.
આરોગ્ય વિભાગ દ્વારા પ્રતિ વર્ષની જેમ ૩૦ મી જાન્યુઆરીથી ૧૩ મી ફેબ્રુઆરી દરમિયાન એન્ટી લેપ્રસી પખવાડિયાની ઉજવણી સ્પર્શ લેપ્રસી અવેરનેશ કેમ્પેઇન તરિકે ઉજવાય છે. આમ રક્તપિત્તના દર્દીઓને લોકોની ગેરસમજ કારણે અને સુગના લીધે દર્દી સામાજિક અને માનસિક રીતે પીડાતો હોય છે. જ્યારે રક્તપિત્ત જંતુ જન્ય રોગ છે જે મટી શકે છે, તેનાથી કોઈ પણ વ્યક્તિએ ક્યારે પણ ગભરાવવું નહીં અને તે સંપૂર્ણપણે મટી શકે છે. આમ રક્તપિત્ત વારસાગત રોગ નથી, પરંતુ રકતપિત જંતુ જન્ય રોગ છે જે મટી શકે છે, જ્યારે લોકોએ રકતપિતના દર્દીને સન્માનપૂર્વક જીવવા માટે પ્રોત્સાહન તથા સહયોગ આપવો જોઇએ, જેવા અનેક સૂત્રો ના બેનરો સાથેરેલી સંજેલી નગર માં ફરી હતી અને ત્યાંર બાદ સંજેલી તાલુકા પંચાયત સુધી પોહોચી હતી અને રેલીને વિરામ આપિયો હતો