સમગ્ર વિશ્વ અને ભારત દેશમાં જ્યારે કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે. આજે તા.૨૭/૦૪/૨૦૨૦ ને સોમવારના રોજ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના મુખ્ય મથક સંજેલી ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જસુભાઈ બામણીયા, ઉપપ્રમુખ રમેશભાઈ તાવીયાડ, લઘુમતી મોરચાના પ્રમુખ સલીમભાઈ મીરઝા, સંજેલી ગ્રામ પંચાયતના સરપંચ કિરણભાઈ રાવત, ડિમ્પલભાઈ દેસાઈ, સુરેન્દ્રસિંહ સોલંકી, મહેન્દ્રભાઈ પલાશ, ફુલસિંગભાઈ ભમાત તેમજ સંજેલી અને તેની આસપાસ ના ગામડાના ભાજપ કાર્યકર્તા ઓ દ્વારા સંજેલી ગામ અને તેની આસપાસ આવેલ ગામોમાં રાત દિવસ ફરજ બજાવતા P.S.I. ડી.જી.પટેલ, પોલીસ કર્મચારી, હોમગાર્ડ જવાનો, G.R.D. જવાનો, સરોરી PHC ના આરોગ્ય કર્મચારીઓ તથા સંજેલીમાં ગરીબ પરિવારોમાં ભોજનની વ્યવસ્થા પુરી પાડતા મુસ્કાન માસી સેવા ટ્રસ્ટ તેમજ સેવાભાવિ લોકોના સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યા હતા. દાહોદ જિલ્લા સાંસદ જશવંતસિંહ ભાભોરે પણ સમગ્ર દાહોદ જિલ્લાના પોલીસ કર્મીઓ, આરોગ્ય કર્મચારીઓ, જવાનો, મીડિયાના કર્મચારી મિત્રો, તમામ સેવાભાવી સંસ્થા તેમજ યુવાનો આભાર માન્યો હતો.
HomeSanjeli - સંજેલીદાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં ભાજપના અગ્રણીઓ દ્વારા કોરોના વોરિયર્સને સન્માન પત્ર આપી...