દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલ હિરોલા ગામે હાલમાં લોકડાઉનની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને સરકાર તરફ થી ગરીબ પરિવારોને વિના મુલ્યે મફત અનાજ જેમાં ઘઉં, ચોખા, દાળ આપવામાં આવે છે પરંતુ બોરપાણી ફળિયા, હિરોલા ગામના કેટલાક ખેડૂતોની એવી રજુઆત છે કે હાલમાં સરકાર તરફ થી હિરોલા ગામે આવેલી સરકારી અનાજની દુકાનોમાં જે કાર્ડ ધારોકોને અનાજ વિતરણ થયું તેની સાથે તેની પ્રિન્ટ પણ આપવામાં આવી નથી. કયા કાર્ડ ધારોકોને કેટલું અનાજ આપવામાં આવ્યું તે ખુદ લાભાર્થીને પણ ખબર પડતી નથી. દુકાનદાર તેનું બિલ આપતા નથી. જેથી આજે તા.૧૫/૦૫/૨૦૨૦ ને શુક્રવારના રોજ સંજેલી તાલુકા મામલતદાર કચેરીમાં ગામના આગેવાન લોકોએ સંજેલી મામલતદારને લેખિત રજુઆત કરી છે. અને હવે પછી લોકોને પુરે પૂરું અનાજ મળી રહે અને બિલ પણ આપવામ આવે તે માટે ધ્યાન દોર્યુ હતું.
HomeSanjeli - સંજેલીદાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના હિરોલા ગામે સરકારી દુકાનોમાં અનાજ ઓછું મળતું હોવાની...