ગુજરાત સહિત સમગ્ર દેશ પર આવી પડેલ કારોના મહામારીને પહોંચી વળવા વહીવટી તંત્ર દ્વારા સુચારૂ આયોજન દરમિયાન સંજેલી તાલુકાના માજી સૈનિકોએ સ્વયંસેવક તરીકે સેવા આપતા વહીવટી તંત્ર દ્વારા શુભેચ્છા સંદેશ પાઠવી સેવાને બિરદાવી હતી.
કોરોના વાઇરસને કારણે દેશમાં લોક ડાઉન કરતાં પોલીસ જવાનો અને આરોગ્ય વિભાગ ખડે પગે ફરજ બજાવી રહ્યા છે, ત્યારે દેશના સરહદોની રક્ષા કર્યા બાદ નિવૃત્ત થયેલા સંજેલી તાલુકાના માજી સૈનિકો કોઈ પણ પોતાના તાલુકામાં સેવા આપવા માટે ખડે પગે ઊભા રહ્યા હતા. સંજેલી તાલુકાના ૧૫ જેટલા માજી સૈનિકોએ આ લોકડાઉન દરમિયાન સંજેલી તાલુકાના કુંડા અને લવારા, જુસ્સા, વલુંડી બોર્ડર પર સ્વયં સેવક તરીકે તરીકે પોલીસ તંત્ર સાથે ખભે ખભા મિલાવી સહકારની ભાવના રાખી દેશ સેવામાં નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવી કોરના મહામારીના સમયમાં પોતાના અને પરિવારના જીવની ચિંતા કર્યા વિના સરાહનીય કામગીરી નિભાવતા માજી સૈનિક જવાનોને સંજેલી તાલુકા પ્રાંત અધિકારી એ.જી.ગામિત અને મામલતદાર, પી.આઇ. પટેલ દ્વારા જિલ્લા કલેકટર વિજય ખરાડીના માર્ગદર્શન મુજબ માજી સૈનિકોને શુભેચ્છા સંદેશ પાઠવી પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. ભવિષ્યમાં પણ આવી પ્રકારની ઉમદા કામગીરીમાં તેઓ જોડાય તેવી શુભેચ્છા પાઠવી હતી.