
દાહોદ જીલ્લાના સંજેલી તાલુકાનાં આદિવાસી સમાજના વડવાઓ પેઢીઓથી ચાલતી પરંપરાને આદિવાસી સમાજ દ્વારા દિવાળી કરતાં દેવદિવાળીને વધુ મહત્વ આપવામાં આવે છે. આ સમયે પુરુષ મહિલાનો વેશ ધારણ કરી રાયબુડીયો બને છે. અને મૃતકોના પાડ્યાને વરઘોડો કાઢી ગામના ઝાંપા સુધી લઇ જઇ સગા સંબંધીના ઘરે લઈ પાડ્યાનું સ્વાગત કરવામાં આવે છે. જે બાદ પાડ્યાને મૂળ સ્થાનક પર લઇ જઇ સ્થાપના કરવામાં આવે છે. સમાજના રીતરિવાજ મુજબ પાડ્યાની સામે સેવા પૂજા કરવામાં આવે છે. જેમાં શ્રીફળ, ગુગળ, ધુપ જેવી સેવા કરવામાં આવે છે. ઢોલ, વાજા સાથે પુરુષ મહિલાનો વેશ ધારણ કરી એક સિપાઇનો વેશ ધારણ કરે છે, અને બીજો મહિલાનો વેશ ધારણ કરી રાયબૂડિયો બની ઢોલ નગારા સાથે રમત રમાડવામાં આવે છે અને તેની સાથે સાથે આનંદ ઉત્સવ પણ મેળવે છે. આ પરંપરા પેઢીઓ થી ચાલતી આવતી આદિવાસી સમાજ દ્વારા વડવાઓની યાદમાંની દિવાળી કરતાં વધુ મહત્વ આપવામાં આવે છે. જેમાં ઢોલ વાસની સાથે નાચગાન કરી આનંદ ઉત્સવ મનાવે છે.