- એક જ પરિવારના 6 ઇસમો ને મૃતકોના ખેતરમાં જ દફન વિધી કરાય
દાહોદ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં કાળજું કંપાવી નાખે તેવા સંજેલી તાલુકાના તરકડામહુડી ગામે એક જ પરિવારના છ સભ્યોની તીષ્ણ હથિયાર વડે ગળું કાપી સામૂહિક હત્યામાં બનેલા બનાવ બાદ તા.૩૦/૧૧/૨૦૧૯ને શનિવારના રોજ મૃતકોના પી.એમ. કર્યા બાદ અંતિમ ક્રિયા માટે સોંપવામાં આવ્યા હતા. મૃતકોની પોતાના ખેતરમાં જ અંતિમ ક્રિયા (દફનવિધિ) કરવામાં આવી હતી. જેથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી, ત્યારે બનાવના ૨૪ કલાક પછી પણ પોલીસને કોઈ હત્યાનું પગેરું મેળવવા સફળતા મળી નથી.
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના તરકડામહુડી ગામે થયેલા સામૂહિક હત્યા કેસમાં પોલીસ દ્વારા જીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં આ પરિવાર સાથે અગાઉ થયેલા જમીન બાબતે ઇસમોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. ફરિયાદ થયાના ૨૪ કલાક બાદ પણ પોલીસને હત્યાની સચોટ કડી મળી નથી. દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના નેનકી પંચાયતમાં આવેલા તરકડા મહુડી ગામે ભાભોર ફળિયામાં રહેતા અને આદિવાસી સમાજમાં જન્મેલા ભરત કડકિયા પલાશ પોતાના પરિવારને ખેતી જેવી કાળી મજૂરી કરી પોતાના પરિવારને અભ્યાસ કરાવી ગુજરાન ચલાવતા હતા. માતા બહારગામ મજૂરી ગયા હતા ત્યારે અંધારાના તકનો લાભ લઈ પરિવારના છ સભ્યોને લઇ ગળું કાપી હત્યા કરાઇ હતી. જેની જાણ થતાં આઇ.જી., એસ.પી., ધારાસભ્ય, સરપંચ, ડોગ સ્કવોર્ડ, એસ.ઓ.જી. સહિત જિલ્લાની તમામ ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. અને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. મૃતકોને દાહોદ ખાતેની હોસ્પિટલમાં પી.એમ. માટે ખસેડવામાં આવ્યા હતા. પી.એમ. પેનલના ડોક્ટરની મદદથી પી.એમ. કરવામાં આવ્યા હતા. જ્યારે ૬ મૃતદેહને શનિવારના રોજ સવારે ઘરે અંતિમવિધિ માટે લાવવામાં આવ્યા હતા. જ્યાં એક જ પરિવારના ૬ લોકોની અંતિમક્રિયા (દફનવીધી) ગ્રામજનો અને સગા સંબંધીઓ દ્વારા તેેમના પોતાના જ ખેતરમાં કરવામાં આવી હતી. સામુહિક હત્યાકાંડ કેમ કરવામાં આવ્યો ? કોને કર્યો ? શા માટે કર્યો ? તે પોલીસ માટે મહત્વની કડી છે, ત્યારે પોલીસ દ્વારા પણ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં આ પરિવાર સાથે અગાઉ થયેલા જમીન બાબતના ઝઘડાના વિરુદ્ધ ઇસમોને પકડી લાવી પૂછપરછ શરૂ કરવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોરબી ખાતે મરણ પામેલા પિતરાઈ ભાઈના ખિસ્સામાંથી મળેલી બસ ટિકિટના આધારે પણ સંતરામપુર બસ મથકના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા છે. હાલ તરકડા મહુડી ખાતે જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને જુદી જુદી ટીમો બનાવી આસપાસ જંગલોમાં તેમજ ખેતરોને ઘરોમાં તપાસ હાથ ધરી છે.
ડોગ સ્ક્વોડ બોલાવવામાં આવ્યો હતો, પરંતુ ડોગ પણ ઘરની આસપાસ જ ફર્યા કર્યો હતો. જ્યારે હત્યા કરતાં પહેલાં ખાવામાં ભેળસેળ કરી કે ઈન્જેક્શન મૂકી બેભાન કરી હત્યા કરવામાં આવી છે કે કેમ તેની પણ ફૂડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
મરનાર પરિવારના ઘરમાં કેલેન્ડરમાં ૨૭ મી નવેમ્બર, બુધવાર સુધીની તારીખનું ડાયરી જોવા મળી હતી. જેથી કહી શકાય કે ગુરૂવાર પહેલા આ હત્યાકાંડ સર્જાયો હોય તેવું પ્રજામાં ચર્ચાઇ રહ્યું છે. પરિવાર દ્વારા બે દિવસ અગાઉ પોતાના ખેતરમાં ડાંગર કાપી અને મકાઇને પાણી પણ મુકવામાં આવ્યું હતું જેવું આસપાસના લોકો ચર્ચા પણ કરી રહ્યા હતા.
દીપિકાબેન અને હેમરાજ બંને ભાઈ બહેન ગામની જ પ્રાથમિક શાળામાં ધોરણ – ૪ માં અભ્યાસ કરતા હતા અને દીપેશ ધોરણ – ૨ માં અભ્યાસ કરતો હતો. દીપિકા અને હેમરાજ બુધવારે પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે ગયા હતા અને દીપેશ ગેરહાજર હતો. બંને બાળકો ભણવામાં હોશિયાર હતા.
પી.એમ. તબીબના જણાવ્યા પ્રમાણે સંજેલીના તકડામહુડી ખાતે છ લોકોનાં ગળાં કાપી નાખવાથી ખુન બહાર નીકળી ગયું હતું. જેના કારણે શોકમાં જવાથી મરણ પામેલ છે. જેથી મૃતકોનું ખૂન પણ પી.એમ. માં વધુ મળ્યું નથી. લગભગ મૃતકોના 24 કલાક અગાઉ ગળા કાપવામાં આવ્યા હતા. હાલ તમામના વિસેરા લઇ અગાઉ લેબમાં મોકલી આપવામાં આવ્યા છે.
> > નેનકી સરપંચ > > મહેન્દ્રભાઈ પલાશ > > મરનાર પરિવારના એક પિતરાઇ ભાઇનું મોરબી ટ્રેન અકસ્માતમાં મોત થયું હતું. જ્યારે છ સભ્યોનું ઘરમાં જ ગળું કાપી હત્યા કરાઇ હતી જેમના મુદ્દે પીએમ કર્યા બાદ શનિવારે સવારે સોંપવામાં આવ્યા હતા. છ સભ્યોની અંતિમક્રિયા પોતાના ખેતરમાં જ કરવામાં આવી હતી. જે બાદ મોરબી ખાતે પિતરાઈ ભાઈનો મૃતદેહને મેળવવા માટે પરિવાર દ્વારા ખાનગી વાહન લઇ મૃતદેહ મેળવવા માટે મોરબી તરફ રવાના થયા હતા.