THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામેથી સ્ટેટ વિજિલન્સએ ગાંજા નું ખેતર ઝડપ્યું. ચોક્કસ બાતમીના આધારે સાગડાપાડા ગામના તીખી ફળિયામાં શુક્રવારની વહેલી સવારે ગાંધીનગરની ટીમે છાપો માર્યો હતો. ડુંગરોની વચ્ચે આવેલા ખેતરમાંથી ગાંજાના છોડ જપ્ત કર્યા હતા.
THIS NEWS IS POWERED BY –– PHONEWALE
દાહોદ જિલ્લા S.O.G., L.C.B. ને જાણ થતાં ખેતરની ઝડતી લેવાઈ હતી. વધુ કાર્યવાહી હાથ ધરાઇ હતી. ગાંજાનું ખેતર ઝડપાયો હોવાની વાતને લઈને જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. પોલીસ તેમજ S.O.G. વધુ તપાસ કરી ગુન્હો નોધવાની કાર્યવાહી શરૂ કરી છે. આ ગાંજો કેટલાનો છે ? કેટલી કિંમતનો છે ? આ માહિતી ફરિયાદ દાખલ થયા પછી હકીકત જાણવા મળશે.