દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાનાં મુખ્ય મથક સિંગવડની શ્રી એસ.આર. ભાભોર આર્ટ્સ કોલેજ અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે સિંગવડ ખાતે તા.૧૭/૧૦/૨૦૨૨ ને સોમવારના રોજ “વૈદિક ઔર પૌરાણિક સાહિત્ય મે સાહિત્ય ભાષા સમાજ ઓર ઐતિહાસિક સંદર્ભ” વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય સેમીનાર યોજાનાર છે. જેમાં સમગ્ર ગુજરાત રાજ્યના અને બીજા રાજ્યોના અનેક નામી અનામી અધ્યાપકો, સંશોધકો અને વિદ્યાર્થીઓ ભાગ લેનાર છે. સમગ્ર સેમીનારનું કો-ઓડીનેશન ડો. મહેશભાઈ પટેલ દ્વારા થઈ રહ્યું છે. અને કોલેજના આચાર્ય ડોક્ટર જી.એન.બારીઆ એ આવનારા તમામને શુભેચ્છા પાઠવેલ છે.
દાહોદ જિલ્લાના સિંગવડની શ્રી એસ.આર. ભાભોર આર્ટ્સ કોલેજ ખાતે એક દિવસીય રાષ્ટ્રીય સેમીનાર યોજાશે
RELATED ARTICLES