Wednesday, October 30, 2024
Google search engine
HomeSingvadદાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના ચુંદડી ગામે ૨૩ નાગરિકોને સ્થળાંતરિત કરાયા

દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના ચુંદડી ગામે ૨૩ નાગરિકોને સ્થળાંતરિત કરાયા

સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદના પગલે અનેક નદીઓના અને ડેમોના જળસ્તરમાં વધારો થયો છે. જેના પગલે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર સતત ખડેપગે જાહેર જનતાને કોઇ પણ અગવડ ન પડે તેની તકેદારી સાથે કામગીરી કરી રહ્યું છે. છેલ્લા બે દિવસથી ભારે વરસાદના પગલે દાહોદ જિલ્લાના કબૂતરી ડેમ ઓવરફ્લો થતાં હેઠવાસ હેઠળના વિસ્તારોના ૯ પરિવારોના ૨૩ સભ્યોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

સિંગવડ તાલુકાના કબૂતરી ડેમ ઓવરફ્લો થતાં ચુંદડી ગામના ૯ પરિવારના ૨૩ સભ્યોને સુરક્ષિત સ્થળે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખસેડવામાં આવ્યા હતા. નાગરિકો પોતાના સગાસંબંધીને ત્યાં સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments