દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પહાડ પ્રાથમિક શાળા ખાતે આજે તા.૨૨/૦૨/૨૦૨૨ ને મંગળવારના રોજ સિંગવડ તાલુકા શૈક્ષિક મહાસંઘ અને તેમના હોદ્દેદારો દ્વારા પહાડ પ્રાથમિક શાળાના શિક્ષક (૧) આચાર્ય પ્રકાશભાઈ (૨) વાળંદ સંજયભાઈનું શાલ ઓઢાડી અને ફોટો, કેલેન્ડર આપી સન્માન કરવામાં આવ્યું. કે જેઓએ ઇનોવેશન ફેરમાં ભાગ લઇ ખૂબ જ સારૂ એવું પ્રદર્શન કર્યું હતું. તે ધ્યાનમાં રાખીને શૈક્ષિક મહાસંઘ સંઘના પ્રમુખ રાજેન્દ્રભાઈ બારીયા. BRC કો – ઓ શામજીભાઈ કામોળ, CRC કો – ઓ ગોપસિંહભાઈ કાંતિભાઈ સેલોત કિરણભાઈ, અરવિંદભાઈ, બાબુભાઈ રાવત, વિક્રમભાઈ, પ્રકાશભાઈ વગેરે નામાંકિત હોદ્દેદારો દ્વારા સન્માન કરવામાં આવ્યું. અને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. એક વિચારધારાને વરેલ સંગઠન દ્વારા શિક્ષકોને મોટીવેશન કામગીરી તથા સમાજ સેવા ની કામગીરી શૈક્ષિક સંઘ દ્વાર હર હંમેશ કરવામાં આવે છે.
દાહોદ જિલ્લાના સિંગવડ શૈક્ષિક સંઘ દ્વારા પહાડ પ્રાથમિક શાળાના શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યુ
RELATED ARTICLES