Sunday, January 19, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લાના સુખસરમાં રૂપાણીની ગર્જના : આ ચૂંટણી હિન્દુસ્તાન - પાકિસ્તાનની છે.

દાહોદ જિલ્લાના સુખસરમાં રૂપાણીની ગર્જના : આ ચૂંટણી હિન્દુસ્તાન – પાકિસ્તાનની છે.

  • ગુજરાતના સીએમ વિજય રૂપાણીનું ચૂંટણી પ્રચારર્થે દાહોદ જિલ્લામાં આગમન
  • ૧૯ – દાહોદ લોકસભા બેઠકના ચૂંટણી પ્રચાર માટે સુખસર ખાતે ગુજરાતના C.M. વીજય રૂપાણીની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ, કોંગ્રેસ તેમજ અન્ય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. એક તરફ ગરમીએ માઝા મૂકી છે ત્યારે બીજી તરફ ચૂંટણીની ગરમીએ પણ માઝા મૂકી છે. ત્યારે દાહોદ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરના પ્રચાર માટે સી.એમ. વીજય રૂપાણીની દાહોદ જિલ્લાના સુખસર ગામે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડ, ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઇ કટારા સહિત ભાજપના અન્ય તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સી.એમ.નું જાહેર સભાના મંચ પર આગમન થતાં તેમણે લોકોનું અભિવાદન કર્યું હતું અને હોદ્દેદારો દ્વારા સી.એમ.નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બીજી તરફ સી.એમ.ની ઉપસ્થિતિ માં કોંગ્રેસમાંથી સમગ્ર જિલ્લાના 150 ઉપરાંત કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા અને ભગવો ધારણ કર્યો હતો. જાહેર સભાને સંબોધન કરતાં સી.એમ. વિજય રૂપાણીએ કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા અને આ ચૂંટણી ભાજપ – કોંગ્રેસની નહિ પરંતુ હિન્દુસ્તાન અને પાકિસ્તાન ની હોવાનું જણાવ્યું હતું.
સુખસર મુકામે યોજાયેલ આ જાહેરસભામાં ખુબજ મોટી સંખ્યા માં લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને પહેલી વખત ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આક્રમક ભાષણ આપી અને કૉંગ્રેસ ઉપર ચબકા માર્યા હતા. અને કહ્યું હતું કે મુંબઈમાં જ્યારે આતંકવાદી હુમલો થયો અને પોણા બસ્સો લોકો માર્યા ગયા અને ત્રણ દિવસ સુધી આ ચાલ્યું હતું અને ત્યારે કૉંગ્રેસએ શું કર્યું ? ઉપરથી વડાપ્રધાન મનમોહનસિંહ એ કહ્યું “હમ દેખતે હૈ હમ કરતે હૈ” એની જગ્યાએ વડાપ્રધાન મોદીએ સીધો હુમલો કરી આતંકીઓના આડાઓ નાશ કરાવડાવ્યા. આ ભાજપ ની સરકાર છે, દેશ હિતનું વિચારનારી સરકાર છે, ભાગલાવાદીઓની નહિ.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments