PRIYANK CHAUHAN GARBADA
આઝાદીનાં ૭૦ વર્ષની ઉજવણી નિમિતે શહીદોને શ્રદ્ધાંજલી આપતી‘તિરંગા યાત્રા‘ નું આયોજન તારીખ.૧૬ ઓગષ્ટ થી ૨૨ ઓગષ્ટ દરમ્યાન સમગ્ર રાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલ છે તેના ભાગરૂપે દાહોદ જિલ્લાની પ્રથમ તિરંગા યાત્રાનો પ્રારંભ આજરોજ ગરબાડા તાલુકાનાં ઝરીબુઝર્ગ ગામેથી કરવામાં આવેલ છે. આ તિરંગા યાત્રાએ તિરંગા ધ્વજોની હારમાળા સાથે દેશભક્તિનો અનેરો માહોલ ઊભો કર્યો હતો અને ભારત માતા કી જય અને વંદે માતરમ તથા હર હાથ તિરંગાનાં નારાઓ સાથે બાઇક રેલીએ ગરબાડા તાલુકામાં અદભૂત આકર્ષણ જમાવ્યું હતું.
આ તિરંગા યાત્રામાં દાહોદ લોકસભાના સાંસદ અને કેન્દ્રિય મંત્રી જશવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહ્યા હતા અને તેમને આ તિરંગા યાત્રાનો ગરબાડા તાલુકાનાં ઝરીબુઝર્ગ ગામેથી શુભારંભ કરી બાઇક ઉપર બેસી તાલુકામાં યાત્રા સાથે ફર્યા હતા તથા તેઓની સાથે દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ અમલીયાર, પ્રવાસન નિગમના ડિરેક્ટર સુધીરભાઈ લાલપુરવાલા તથા તાલુકાનાં ભારતીય જનતા પાર્ટીના નાનામોટા કાર્યકર્તાઓ પણ તિરંગા યાત્રામાં જોડાયા હતા અને આ તિરંગા યાત્રાનું તાલુકામાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ યાત્રામાં જોડાયેલા કાર્યકર્તાઓને હંમેશા રાષ્ટ્ર પ્રત્યેની આપણી ફરજ અને કર્તવ્યો પ્રત્યે આપણે જાગૃત રહેવું જોઇએ તથા તિરંગાનું હંમેશા સન્માન જળવાઇ રહે તેવો સંદેશ દાહોદ લોકસભાના સાંસદ અને કેન્દ્રિય મંત્રી જશવંતસિંહ ભાભોરે આપ્યો હતો.