આજ રોજ તા.૨૭/૦૭/૨૦૧૮ શુક્રવારના રોજ ગુરુપૂર્ણિમાની ઉજવણી દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના દેવધા ગામે મહંત ગંગારામ મહારાજના આશીર્વચન અને ગુરુ પૂજન કરી ગુરુ ના આશીર્વાદ લઈ આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ (AHP) ના કાર્યકર્તાઓએ ગુરુ પૂર્ણિમાની ધૂમધામથી ઉજવણી કરી.
ગુરુપૂર્ણિમા / વ્યાસ પૂર્ણિમાના કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા દાહોદના મુવાલીઆ ખાતે આવેલ ચામુંડા માતાજીના મંદિરે સવારમાં પૂજા કરી ત્યારબાદ ત્યાંથી દેવધા મુકામે આવેલ મહંત ગંગારામ મહારાજના આશીર્વાદ લીધા અને લીમડી ગામે પણ ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં મંત્રી ગૌરાંગ ભાટિયા, બજરંગદળ પ્રમુખ નંનુ માવી, દુર્ગાવાહીની દક્ષિણ ગુજરાત પ્રાંતના ઓજસ્વીની અધ્યક્ષ જ્યોતિકાબેન શ્રીમાળી, તથા દાહોદ જિલ્લા ગૌરક્ષા સંયોજક પ્રવીણભાઈ પરમાર તેમજ અન્ય ભાવિભક્તો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.