Wednesday, January 15, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લામાં ડીસ્પેચીંગની કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શરુ : કલેકટર અને...

દાહોદ જિલ્લામાં ડીસ્પેચીંગની કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શરુ : કલેકટર અને ઓબ્ઝર્વરએ લીધી ડીસ્પેચીંગ સેન્ટરોની મુલાકાત 

દાહોદ જિલ્લામાં આજે વહેલી સવારે સાડા પાંચ વાગ્યાથી પ્રીસાઇડીંગ, પોલિંગ ઑફીસેરો અને માઇક્રો ઓબ્ઝર્વર અને પોલીસ સ્ટાફ દાહોદ ડીસ્પેચીંગ સેન્ટર ઉપર પહોંચી ગયા  હતા. દાહોદ તાલુકાનું ડીસ્પેચીંગ સેન્ટર દાહોદ નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે રખાયું હતું અને અત્યંત સ્ટ્રોંગ રૂમોની વ્યવસ્થાઓ કરાઈ હતી.
કલેકટર અને ઓબ્ઝર્વરએ ડીસ્પેચીંગ સેન્ટરોની મુલાકાત લીધી હતી અને દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી વિજય ખરાડીએ મીડિયા કર્મીઓ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે દાહોદમાં કુલ 788 પોલિંગ સ્ટેશન ઉપર માઈક્રો ઓબ્ઝર્વર અને અન્ય જરૂરી ચુસ્ત બન્દોબસ્તની પુરેપુરી ગોઠવણ કરી દેવામાં આવી છે. અને દાહોદ જિલ્લામાં I.T.B.P. ની અને C.R.P.F. na kul ૧૦૦૦ જવાનોને જિલ્લામાં જુદી જુદી જગ્યાએ ડિપ્લોય કરવામાં આવ્યા છે. અને જિલ્લા બહારના ૯૦૦ જેટલા પોલીસ કર્મીઓ અને ૧૩ કંપનીઓ બોલવામાં આવી છે. દાહોદ જિલ્લામાં કુલ ૧૩,૫૧,૮૬૫ મતદારો ૧૬૬૫ બુથો ઉપર કાલે મતદાન કરી અને ઉમેદવારોના ભાવિ નક્કી કરશે ત્યારે આજે દાહોદ જિલ્લામાં દરેક મથકો ઉપરથી ટ્રાન્સપોર્ટ વ્હીકલના માધ્યમ થી EVM અને V.V.PET મશીનો ચુસ્ત પોલીસ વચ્ચે અપાયા હતા. અને ડીસ્પેચીંગ સેન્ટર ઉપર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ૧૫ જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી. જે ટીમો આજે ડીસ્પેચીંગ સેન્ટર ઉપર અને આવતી કાલે મતદાન મથક ઉપર કર્મચારીઓને  પ્રાથમિક આરોગ્ય લગતી અને જો કદાચ તો ZYDUS હોસ્પિટલ દાહોદ ખાતે ભરતી પણ કરવામાં આવશે. દાહોદ તાલુકા મથકે પ્રાંત અધિકારી તેજસ પરમાર અને Dy.S.P. કલ્પેશ ચાવડા સવાર થી જ ડિસ્પેચીંગની કામગીરીમાં જોતરાઈ ગયા હતા. અને દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસરએ તમામ રુટોની સમીક્ષા કરી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments