KEYUR PARMAR – DAHOD BUREAU
દાહોદ જિલ્લાના સીટી સર્વે ઓફિસ ખાતે ચાલતી ઈ-ધરા ની ઓફિસ ખાતે આજે દાહોદ જિલ્લાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર અને ગુજરાત રાજ્યના વાહન-વ્યવહાર મંત્રી વલ્લભ કાકડિયા દ્વારા આજે ડિજિટલ ઇ-ધરા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કેન્દ્ર ઉપરથી હવે દાહોદની તમામ સીટી સર્વે નંબરની અને રેવેન્યુ રેકોર્ડ ધરાવતી નકલાઓ એક જ સ્થળેથી પ્રાપ્ત થઇ શકશે. હાલ દાહોદ શહેરના લોકોને દસ કી.મી દૂર જિલ્લા સેવાસદન ખાતે જઈ અને આ નકલ લાવી પડતી હતી, જયારે હવે એ જવા આવાનો સમય પણ બચી જશે અને ઑનલાઈન નકલ મળવાથી નકલો પણ ઝડપી પ્રાપ્ત થશે. આ લોકાર્પણ થી દાહોદના તમામ જમીનના વેપારી વર્ગ અને બિલ્ડર લોબીમાં ખુશી ની લાગણી ફેલાઈ ગઈ હતી.