Thursday, January 23, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લામાં યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં ૧૮૭૦૨ અરજીઓનો સકારાત્મક નિકાલ

દાહોદ જિલ્લામાં યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં ૧૮૭૦૨ અરજીઓનો સકારાત્મક નિકાલ

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

મિલ્કત આકારણીના ઉતારાની ૨૧૮૯, જન્મ મરણના પ્રમાણપત્રની ૧૩૦૮, જાતિ પ્રમાણપત્રની ૬૩, વૃદ્ધ પેન્શન યોજનાની ૧૯૯ અને વિધવા  સહાયની ૨૧૧ અરજીઓનું નિરાકરણ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરણાથી દાહોદ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા સેવા સેતુ કાર્યક્રમના પાંચમા તબક્કામાં અત્યાર સુધીમાં ગ્રામીણ અને શહેરી વિસ્તાર મળી કુલ ૧૮૭૦૨ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ ખેડૂતોએ પોતાના વાડીખેતરોના સાત બાર અને આઠ અના ઉતારા મેળવવાનો લાભ લીધો છે. જિલ્લામાં આવા કુલ ૫૧૦૬ ઉતારા સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન આપવામાં આવ્યા છે. દાહોદ જિલ્લામાં અત્યાર સુધી ગ્રામીણ વિસ્તારમાં યોજવામાં આવેલા સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન કુલ ૧૭૯૨૪ અરજીઓ મળી હતી. જે પૈકી કુલ ૧૭૯૨૦ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. આ અરજીઓમાંથી માત્ર ૪૬ અરજીઓનો જ નિકાલ નકારાત્મક રીતે થયો છે. ચાર અરજીઓ નીતિ વિષયક બાબતો હોવાથી પડતર રાખવામાં આવી છે. આમ, દાહોદ જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન મળતી અરજીઓના નિકાલનું પ્રમાણ ૯૯.૭૨ ટકા છે. શહેરી વિસ્તારમાં દેવગઢ બારિયા ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં મળેલી તમામ ૭૮૨ અરજીઓનો સકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે.

ગ્રામીણ વિસ્તારમાં સેવા પ્રમાણે અરજીઓનું પ્રમાણ જોઇએ તો મિલ્કત આકારણીના ઉતારાની ૨૧૮૯, જન્મ મરણના પ્રમાણપત્રની ૧૩૦૮, જાતિ પ્રમાણપત્રની ૬૩, વૃદ્ધ પેન્શન યોજનાની ૧૯૯, આઇસીડીએસના બાળકોના આધાર કાર્ડ બનાવવાની ૩૦, નવા ઘરેલું વીજ જોડાણની ૧૭૦ અરજીઓનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું.

સેવા સેતુ કાર્યક્રમની સાથે પશુ આરોગ્ય મેળા પણ યોજવામાં આવી રહ્યા છે. પ્રવર્તમાન તબક્કામાં આજ પર્યંત ૩૭૪ પશુઓની ગાયનેકોલોજીકલ સારવાર કરાઇ છે. ૧૦૪ પશુઓની સર્જીકલ સારવાર, ૧૫૯૯ પશુઓને ડીવર્મિંગ, ૨૩૬૩ પશુઓને રસીકરણ અને ૭૧ પશુઓને કૃત્રિમ બીજદાન કરવામાં આવ્યું છે. તદ્દઉપરાંત, આધારા કાર્ડના ૪૬૫ એનરોલમેન્ટ, રાશનકાર્ડમાં નામ દાખલ કરવાની ૧૦૬૭ અને વિધવા સહાયની ૨૧૧ અરજીઓનો સકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે. આમ, એકંદરે ગ્રામીણ અને શહેરી વિસ્તાર મળી કુલ ૧૮૭૦૨ લોકોને સેવા સેતુ કાર્યક્રમનો ઘર આંગણે લાભ મળ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments