Saturday, January 11, 2025
Google search engine
HomeOur Government - આપણી સરકારદાહોદ જિલ્લામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ નો એપ્રિલથી અમલ

દાહોદ જિલ્લામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ નો એપ્રિલથી અમલ

 

keyur parmar logo-newstok-272-150x53(1)Keyur Parmar Dahod 

બાકી રહેલ કાર્ડ ધારકોએ પોતાનું રેશનકાર્ડ સંબધિત મામલતદાર કચેરીમાં રજૂ કરી સિકકો અવશ્ય લગાવવાનો રહેશે.એ.પી.એલ.-બી.પી.એલ કાર્ડ ધારકોને આ કાયદા હેઠળ અનાજનો જથ્થો મળશે  –  કલેક્ટર એમ.એ.ગાંધી

 રાજય સરકાર દ્રારા દાહોદ જિલ્લામાં ભારત સરકારના રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ નો તા. ૧/૪/૨૦૧૬ થી અમલ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગેની પત્રકાર પરિષદ  જિલ્લા કલેકટરશ્રી એમ.એ.ગાંધીની અધ્યક્ષતામાં પ્રાયોજના કચેરી, દાહોદના સભાખંડ ખાતે યોજાઇ હતી.

આ પ્રસંગે કલેકટરશ્રી એમ.એ.ગાંધીએ જણાવ્યું હતું કે ભારત સરકારના રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ નો તા. ૧/૪/૨૦૧૬ થી અમલ કરવાનો રાજય સરકાર તરફથી નિર્ણય લેવામાં આવ્યો છે. સામાજીક અને આર્થિક વસ્તી ગણતરી -૨૦૧૧ ના ડેટાબેઇઝ આધારે આ કાયદા હેઠળ લાભ આપવા પાત્ર અગ્રતા ધરાવતા કુટુંબોની લાભાર્થી તરીકે ઓળખ કરવામાં આવી છે.  અગ્રતા ધરાવતા કુટુંબોની આખરી યાદી કરી દુકાનદારના જી રજીસ્ટરમાં નોંધ કરવામાં આવી છે. આ રજીસ્ટર દરેક વ્યાજબી ભાવની દુકાને આપવામાં આવ્યું છે. જેથી રેશનકાર્ડ ધારકો તેઓનું રેશનકાર્ડ એન.એફ.એસ.એ. યોજના હેઠળ સમાવેશ થયેલ છે. કે કેમ તે  સહેલાઇથી દુકાનેથી જાણી શકાશે અથવા જે તે મામલતદાર કચેરીમાં પણ આ રજીસ્ટ્રરની વિગતો જોઇ શકાશે. અગ્રતા ધરાવતા કુટુંબોની યાદીમાં હાલના તમામ ૬૯૨૬૦ અંત્યોદય રેશનકાર્ડ ધારકોનો અંત્યોદય કેટેગીરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હાલના ધોરણ મુજબ અનાજનો જથ્થો આપવામાં આવે છે. અંત્યોદય રેશનકાર્ડ પર રાષ્ટ્રીય અન્ન સલામત કાયદાનો સિકકો લગાવવામાં આવશે. રેશનકાર્ડમાં વરિષ્ટ માહિલાને એન.એફ.એ કાર્ડ તરીકે જાહેર કરી તેના નામ આગળ સ્ટેમ્પ લગાવવામાં આવશે. કાર્ડધારકે કાર્ડ પર સ્ટેમ્પ સિકકો લાગી ગયા બાદ પોતાનું રેશનકાર્ડ પરત મેળવી લેવાનું રહેશે. સિકકો લાગેલ ન હોય તે રેશનકાર્ડમાં યોજનાનો લાભ મળશે નહી. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ નો સ્ટેમ્પ મારી મામલતદારશ્રી દ્રારા પ્રમાણિત કરવામાં આવશે. આ સિકકા લગાવવાની કામગીરી જે તે ગામે મામલતદારશ્રી  દ્રારા તા. ૧૫-૩-૨૦૧૬ સુધી તાલુકાની ટીમ મારફત કરવામાં આવશે. જીલ્લામાંએ.પી.એલના કુલ ૧૨૩૪૮૪ પૈકી ૬૭૭૬૩ કાર્ડ ધારકોનો જયારે બી.પી.એલ. ના કુલ ૧૦૬૭૯૦ કાર્ડ ધારકો પૈકી ૧૦૦૩૮૬ કાર્ડધારકોનો અગ્રતા ધરાવતા કુટુંબોમાં સમાવેશ થયો છે.

જીલ્લામાં કુલ ૨૩૭૪૦૯ રેશનકાર્ડની કુલ ૧૭૭૯૦૭૫ જન સંખ્યાને કુલ માસિક ૮૬૪૮ મે.ટન અનાજ (ઘઉં,ચોખા, બરછટ અનાજ) મળવાપાત્ર થાય છે.  અગ્રતા ધરાવતા કુટુંબોના રેશનકાર્ડમાં વ્યકિત દીઠ પ કિલો લેખે અનાજ મળશે. જેમાં ઘઉં પ(પાંચ) કિ.ગ્રા. રૂા. ૨/ લેખે, ચોખા પ્રતિ કિ.ગ્રા. રૂા.૩/-તથા બરછટ અનાજ પ્રતિ કિલો ગ્રા. રૂા. ૨/-, ચોખા પ્રતિ કિ.ગ્રા. રૂા. ૩/- તથા બરછટ અનાજ પ્રતિ કિ.ગ્રા. રૂા. ૧/- ના ભાવે મળવાપાત્ર થાય છે. કાયદાનો અમલ થતા અગ્રતા ધરાવતા કુટુંબોને હાલના ધોરણે ખાંડ, રીફાઇન્ડ આયોડીન યુકત મીઠું અને તહેવારો દરમ્યાન ખાધ તેલ મળવાપાત્ર થશે તેમ શ્રી. ગાંધીએ જણાવ્યું હતું.

 જિલ્લા પુરવઠા અધિકારી શ્ર જે.ડી.પટેલે કાયદાની વિસ્તૃત માહિતી અને કેટેગરી પ્રમાણે  હાલના  કાર્ડ, મળતો જથ્થો, એન.એફ.એસ.એ. મુજબ આપવા પાત્ર જથ્થાની જાણકારી આપી હતી. વધુમાં શ્રી પટેલે રેશનકાર્ડ ધારકોએ બેન્ક ખાતાની વિગતો દુકાનદારને આપવાની રહેશે.

 પત્રકાર પરિષદમાં મામલતદારશ્રી એન.એફ. વસાવા, પ્રિન્ટ અને  ઇલેકટ્રોનિક મીડીયાના જિલ્લાના પ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments