દાહોદ જિલ્લામાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત જળ સંચય માટેના ઝુંબેશના ધોરણે કામો હાથ ધરાશે.
જિલ્લાના હૈયાત ૫૪ તાળવો અને ૬ ડેમો ઉંડા કરાશે.
પાણી પુરવઠા વિભાગ દ્વારા ૬૨૫ કામો વન વિભાગ દ્વારા વન તલાવડીના ૩૦ અને પાળા ધોવાણના ૮૨૦૦ કામો હાથ ધરાશે.
મનરેગા યોજના યોજના હેઠળ ચેકડેમ/તળાવો સમારકામ ઉંડા કરવાનાનદીઓને પુર્નજીવિત કરવાના ૭૧૨ કામ હાથ ધરાશે.
દાહોદ, ઝાલોદ અને દેવગઢબારીયા નગરપાલિકાના તળાવો અને નદીઓના સાફસફાઇ ઉંડા કરવાના કામો હાથ ધરાશે : દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડી
રાજ્યમાં પીવાના પાણી અને સિંચાઇના પાણીની અછત ભવિષ્યમાં ન સર્જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના દરેક જિલ્લાઓમાં સુજલામ સુફલામ યોજના અભિયાન અંતર્ગત જળ સંચય માટેના ઝુંબેશના ધોરણે તા. ૧-૫-૨૦૧૮ થી તા. ૩૧-૫-૨૦૧૮ સુધી કામો યુધ્ધના ધોરણે હાથ ધરાશે.
દાહોદ જિલ્લામાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત જળ સંચય માટેની પત્રકાર પરિષદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદનના વિડિયો કોન્ફરન્સ હોલ ખાતે યોજાઇ હતી.
આ પત્રકાર પરિષદમાં અધ્યક્ષસ્થાનેથી કલેક્ટર વિજય ખરાડીએ અભિયાન અંતર્ગત વિગતો પૂરી પાડતાં જણાવ્યું હતું કે દાહોદ જિલ્લામાં જિલ્લા પંચાયત સિંચાઇ વિભાગ દ્વારા ૫૪ મોટા તાળાવો ઉંડા કરવા, નાની સિંચાઇ વિભાગ દ્વારા જિલ્લાના ૬ મોટા ડેમો જેવા કે માછણનાળા, પાટા ડુંગરી જળાશય, કબૂતરી ડેમ, ઉમરીયા ડેમ, અદલવાડા ડેમ, વન વિભાગ દ્વારા વોટર શેડના ૬૨૫ કામો વન તલાવડીના ૩૦ અને પાળા ધોવાણના ૮૨૦૦ કામો હાથ ધરાશે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મનરેગા યોજના યોજના હેઠળ ચેકડેમ/તળાવો સમારકામ ઉંડા કરવાના ૩૯૦ કામ, ખેત તલાવડીના ૭૫ કામ, નદીઓ/ કોતરોને પુર્નજીવિત કરવાના ૭૧૨ કામ, પાણી પુરવઠાના લાઇનોના એર વાલ નિરિક્ષણ-સમારકામ, નગરપાલિકા વિસ્તાર દાહોદમાં દુધીમતી નદી સાફ સફાઇ, ઝાલોદમાં ૨ તળાવ અને એક કોતર સાફ સફાઇ / ઉંડુ કરવું તથા દેવગઢબારીયાના ૨ તળાવની સાફસફાઇ વગેરે કામો તા. ૧-૫-૨૦૧૮ થી તા. ૩૧-૫-૨૦૧૮ સુધી શરૂ કરાશે. આ તમામ કામો જનભાગીદારીથી ઉપાડી લેવામાં આવશે. સ્વૈચ્છિક સંસ્થાઓ, એન.એસ.એસ., એન.સી.સી.ના પ્રતિનિધિઓને આ અભિયાનમાં જોડાવા કલેક્ટર વિજય ખરાડીએ આહ્વાન કર્યુ હતુ. આ પત્રકાર પરિષદમાં નિવાસી અધિક કલેક્ટર આર.એમ.ખાંટ, પાટાડુંગરી જળાશય યોજના નાયબ કાર્યપાલક ઇજનેર બી.કે.ભાભોર, સંબંધિત અધિકારીઓ, વિજાણુ અને મુદ્રિત માધ્યમ કર્મીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.