દાહોદ જિલ્લા અને નગરપાલિકા વિસ્તારમાં હાલ દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સરકારશ્રી ની તા.૦૩/૧૧/૨૦૨૩ થી તા.૦૮/૧૧/૨૦૨૩ ની દિવાળી સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના તથા નગર પાલિકા ફૂડ એન્ડ વિભાગ દ્વારા દાહોદ શહેરમાં આવેલ મીઠાઈ, ફરસાણ અને બેકરી વગેરે યુનિટીનું સઘન ચેકિંગ કરી અવેરનેસ પ્રોગ્રામ કરી તમામ વેપારીઓ પાસેથી વિવિધ ખાદ્યપદાર્થોના નમૂના લેવામાં આવ્યા તથા ફૂડ ટેસ્ટિંગ ઓન વ્હીલ દ્વારા શહેરના તથા જિલ્લાના વિવિધ એકમોની મુલાકાત લઇ કુલ 45 સ્થળોએ થી માવાની મીઠાઈ, તેલ તથા અન્ય ખાદ્યવસ્તુઓનું સ્થળ પર જ ટેસ્ટીંગ કરી રિપોર્ટ મેળવેલા. તેમાંથી શહેર તથા જિલ્લામાં બળેલા તેલનો 70 કિલો જથ્થાનો નાશ કરાવ્યો તથા શહેર તથા જિલ્લામાંથી ફુડ સેફટી ઓફિસરો દ્વારા વિવિધ મીઠાઈ અને ફરસાણ ના દુકાનોમાંથી મીઠાઈ, માવા, નમકીન, ફરસાણ તથા રો મટીરીયલ્સ ના કુલ (10 + 20) PRN, NRR (07 + 05), (08 +10) RPK, (06 + 10) PHS કુલ 31 એન્ફોર્સમેન્ટ અને સર્વેન્સના 45 એમ કુલ 76 નમૂના લઇ ખાદ્ય નમૂના ચકાસણી પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવેલ છે.
દાહોદ જિલ્લા અને નગર પાલિકાના ફૂડ એન્ડ ડ્રગ્સનાં અધિકારી દ્વારા મીઠાઈ, ફરસાણ ની દુકાનોમાં ચેકીંગ કરી માવા, ફરસાણના નમૂના લેવામાં આવ્યા
RELATED ARTICLES