દાહોદ જિલ્લા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીના અઘ્યક્ષ સ્થાને દિવ્યાગ વ્યક્તિઓ માટે લોકલ લેવલ કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કુલ ૨૮ અરજીઓ મંજુર કરવામાં આવી છે. જેની વિગતવાર માહિતી બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલના મંત્રી ડૉ. યૂસુફી કાપડિયાએ આપી હતી. ગાર્ડિયનશિપમાં તેઓના નજીકના સંબંધીઓ ગાર્ડિયન બનાવવામાં આવે તેવી જોગવાઈ આ કાયદામાં કરવામાં આવી છે. કમિટીના અધ્યક્ષ અને કલેકટર ડો. હર્ષિત ગોસાવીએ દિવ્યાંગોના હિત માટે આ વિશે યોગ્ય પ્રચાર પ્રસાર કરવા સૂચન કર્યું હતું.
આ અંગે સમાજ સુરક્ષા અધિકારી આર.પી ખાટાએ ઉપસ્થિત તમામ સભ્યોને માહિતી આપતા જણાવ્યું કે, જ્યારે દિવ્યાંગ વ્યક્તિ ૧૮ વર્ષની ઉમર પૂર્ણ ના કરી હોય ત્યાં સુધી એના માતાપિતા તેના ગાર્ડિયન હોય છે. અને ૧૮ વર્ષ પૂર્ણ કરે ત્યારે ગાર્ડિયનશિપ માટે તેના કોઇ પણ ઇષ્ટ કે સગા સંબંધી ગાર્ડિયન બની શકે તેવી જોગવાઇ નેશનલ ટ્રસ્ટ એકટમાં કરવામાં આવી છે. જેથી દિવ્યાંગો માટે ભવિષ્યમાં ઊભી થતી કાયદાકીય ગૂંચ ને સરળ બનાવી શકાય.”
દિવ્યાંગતા એ કોઈપણ વ્યક્તિ માટે ખૂબ જ પડકારરૂપ બાબત છે. ધી નેશનલ ટ્રસ્ટ એકટની જોગવાઈમાં મુખ્ય ચાર પ્રકારની દિવ્યંગતા જેમાં ઓટીઝમ, સેરેબલ પાલ્સી, એમ.આર. અને મલ્ટીપલ ડીસેબિલીટીનો સમાવેશ થાય છે. આ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓ માટે નેશનલ ટ્રસ્ટ એક્ટ અંતર્ગત લોકલ કમિટીની રચના કરવામાં આવે છે. જિલ્લાકક્ષાની સ્થાનિક લોકલ લેવલ કમિટી આ પ્રકારના દિવ્યાંગો માટે કલ્યાણકારી કાર્ય કરવાનું કામ કરે છે.
આ મીટીંગ માં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી એસ.કે. તાવિયાડ, લીગલ કમ પ્રોબેશન ઓફીસર એ. જી.કુરેશી, અબ્બાસીભાઈ, બિલવાલ મુકેશભાઈ ઉપસ્થિત રહ્યાં હતા.
દાહોદ જિલ્લા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીના અઘ્યક્ષ સ્થાને દિવ્યાંગ વ્યક્તિઓ માટે લોકલ લેવલ કમિટીની બેઠક યોજાઈ
RELATED ARTICLES