EDITORIAL DESK – DAHOD
દાહોદ જિલ્લા ન્યાયાલય ખાતે વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૧૭માં EVM અને VVPAT મશીનનો કેવી રીતે ઉપયોગ કરવો તેનું નિદર્શન દ્વારા સમજણ આપવામાં આવી હતી.
EVM/ VVPAT મશીન દ્વારા રાજયમાં સૌ પ્રથમ વખત મતદાર પોતાના મતનો ઉપયોગ કરશે. દાહોદ જિલ્લા ન્યાયાલય ખાતે મતદાન જાગૃત્તિ આપવામાં આવી.
વિધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૧૭ અન્વયે રાજયમાં પ્રથમ વખત EVM સાથે ઉપયોગમાં લેવાનાર VVPAT મશીનનું નિદર્શન જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કચેરી દ્વારા જિલ્લા દાહોદ ન્યાયાલય ખાતે કરવામાં આવ્યું હતુ જેમાં EVM અને VVPAT મશીનનો ઉપયોગ, મતદાન કર્યા પછી નીકળતી કાપલી કાપલીમાં દર્શાવાતી વિગતો વગેરેની જાણકારી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પી.એમ. પ્રજાપતિએ આપી હતી આ નિદર્શનમાં જિલ્લા ન્યાયાધીશશ્રી એન.બી. પીઠવા, અન્ય ન્યાયાધીશશ્રીઓ, વકીલશ્રીઓ, અને જિલ્લા ન્યાયાલયના કર્મચારીઓએ લાભ લીધો હતો.