દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદમાંથી ગઈ તા.૧૮/૦૪/૨૦૧૮ બુધવારના રોજ રોશનીબેન ઉ.વ. દોઢ વર્ષની બાળકી તેની દાદીમા પાસેથી દાહોદના બસ સ્ટેશનથી ગુમ થયેલ જે અંગેની જાણ ગઇકાલે તેની દાદીમા અત્રે પોલીસ સ્ટેશને આવી આ રજૂઆત કરતાં દાહોદ જિલ્લા પોલીસ વડા પ્રેમ વીર સિંહની સૂચના તથા માર્ગદર્શન હેઠળ દાહોદ ટાઉન પીઆઇ કે.જી. પટેલે પોતાના સ્ટાફના ચુનિંદા માણસોને સાથે રાખીને તાત્કાલિક ઝીણવટ ભરી તપાસ હાથ ધરતા કતવારાની હદમાં પુંસરી ગામના રમીલાબેન કાળુભાઈ ડામોર પાસેથી આ બાળકી મળી આવતા આજ રોજ સહી-સલામત તેના (રોશનીના) દાદી તથા મામા કાળુભાઈ મનુભાઈ ડામોરને સોંપેલ. આમ ગણતરીના કલાકોમાં જ દાહોદ પોલીસે ગુમ થયેલ બાળકીને શોધી કાઢી ઉત્કૃષ્ઠ કામગીરી કારેલ છે.