દાહોદ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક સંઘ દ્વારા જિલ્લા કક્ષાનો કર્તવ્ય બોધ કાર્યક્રમ દુધિયા શિવ મંદિરના પ્રાગણમાં યોજાયો. જેમાં સંઘમાંથી ધર્મેશ મહેતા, અલ્કેશભાઈ ગેહલોત, બળવંતભાઈ, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પ્રમુખ લતાબેન, રાજ્ય શૈક્ષિક સંઘના સરદાર મછાર તથા મોટી સંખ્યામાં શિક્ષકો અને ગ્રામજનો હાજર રહ્યા હતા.
ભારતીય શૈક્ષણિક મૂલ્યો પ્રત્યે સમર્પિત શિક્ષણના માધ્યમ થી રાષ્ટ સેવામા કાર્યરત શૈક્ષિક સંઘ દ્વારા જિલ્લાના તમામ તાલુકામાં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ થી લઈ સુભાષચંદ્ર બોઝ જન્મ જયંતિ સુધી કર્તવ્ય બોધ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ કાર્યક્રમના મુખ્ય વક્તા ધર્મેશ મહેતા દ્વારા સ્વામી વિવેકાનંદજીના જીવન ચરિત્ર અને આદર્શ વિશેના વિચારો રજુ કર્યા હતા. આ પ્રશંગે રામ મંદિર નિર્માણ નિધિ અંતર્ગત દુધિયા ગ્રામજનો મુકેશભાઈ પટેલ, કનુભાઈ પ્રજાપતિ, ગોપાલભાઈ શેઠ, કાળુભાઇ શાહ, તાલુકા પ્રમુખ લતાબેન. ટી. કે બારીયા, હિમ્મતસિંહ પરમાર, શૈલેષ કુશ્વાહ, રમેશભાઈ ગારી, કિશનભાઈ દરજી સહીતના લોકો દ્વારા મંદિર નિર્માણ નિધિમાં પોતાના યથા યોગદાનના કુલ રકમ ના ચેક 1,09,166/- રૂપિયા જિલ્લા સંયોજક અલ્કેશભાઈ તથા બળવંતભાઈને આપ્યા હતા. કાર્યક્રમનું સંચાલન જિલ્લા મંત્રી નિતેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં દાહોદ જિલ્લા શૈક્ષિક સંઘના તાલુકા સંઘના હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન હિમાંશુ પટેલ, રાકેશ બારીયા અને દેશીંગ તડવીએ કર્યું હતું.