
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી – 2022 માં 156 સીટો સાથે ભાજપે રેકોર્ડ બ્રેક વિજય હાસલ કરી હતી. અને આ વખત ફરીથી મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્રભાઈ પટેલ શપથ લેવાના છે. અને આ ભુપેન્દ્રભાઈ પટેલની નવી સરકારના મંત્રી મંડળ માટે આજે તા.12/12/2022 ને સોમવારના રોજ ગાંધીનગર ખાતે શપથવિધિ સમારોહ યોજાશે. જેમાં દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત થવાના છે.
મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્રભાઈ પટેલ સહિત નવા મંત્રીઓમાં દાહોદ જિલ્લાના 134 – દેવગઢ વિધાનસભાના ધારાસભ્ય બચુભાઈ ખાબડનો પણ નવા મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં માટેની જાણ મોવડી મંડળ દ્વારા મોડી રાત્રે કરવામાં આવી હતી અને જેથી તેઓ ગાંધીનગર પહોંચ્યાં હતાં. ત્યાં દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયાર તથા મહામંત્રી નરેન્દ્રભાઈ સોની બચુભાઈ ખાબડ ને શપથ ગ્રહણ સમારોહ સ્થળ સુધી લઈ જવાનો અવસર મળ્યો.o


                                    