THIS NEWS IS SPONSORED BY –-RAHUL HONDA
દાહોદ નગર સેવા સદનમાં આજે વર્ષ પૂર્ણ થતાં વિવિધ ખાતાઓનાં ચેરમેનની વરણી કરી જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત પૂર્વે પૂર્વ કેન્દ્રિય મંત્રી સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. વિરોધ પક્ષના નેતાના સૂચન બાદ દિલ્હીના પૂર્વ મુખ્ય મંત્રી શીલા દિક્ષિતને પણ શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.
આજે તા.૧૩/૦૮/૨૦૧૯ ને મંગળવારનાં રોજ બપોરે 12.30 કલાકે નગર સેવા સદનના ઠક્કરબાપા હોલમાં સામાન્ય સભાનું આયોજન કરાયું હતું. આ સામાન્ય સભામાં દાહોદ નગર સેવા સદનના પ્રમુખ અભિષેક મેડા, ઉપપ્રમુખ પ્રશાંત દેસાઈ, પક્ષના નેતા વિનોદ રાજગોર, ચીફ ઓફિસર, વિરોધ પક્ષના નેતા નજમુદ્દીન ગાંગરડીવાલા તેમજ ભાજપ અને કોંગ્રેસના તમામ કાઉન્સિલરો અને પ્રેસમીડિયા ઉપસ્થિત હતા. ગઈ કાલ રાત્રીના સમયથી ખાતાઓની ફાળવણીને લઈ તરેહ તરેહ ની અટકળો લાગી રહી હતી. જેનો આજે સભામાં શરૂ થતાની સાથે અંત આવ્યો હતો. જિલ્લા ભાજપ મોવડી મંડળ દ્વારા તૈયાર કરેલ ચેરમેનોનાં નામની યાદીની સત્તાવાર જાહેરાત દાહોદ નગર સેવા સદનના પ્રમુખ અભિષેક મેડા દ્વારા કરવામાં આવી હતી. આમ વિવિધ ખાતાના ચેરમેનોના નામો જાહેર થતાની સાથે જ આ સામાન્ય સભા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.