DAHOD DESK
દાહોદ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા આજે નોટ બંદી ના વિરોધમાં ગાંધી ગાર્ડન સ્ટેશન રોડ ખાતે થી એક વિશાલ અને ભવ્ય રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.આ રેલીમાં દાહોદ જિલ્લાના કોંગ્રેસ ન મહિલા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા , જિલ્લા પંચાયતના પ્રમુખ રમીલા બેન ભુરીયા , માજી સાંસદ પ્રભાબેન તાવીયાડ , દાહોદ પાલિકાના કાઉન્સિલરો તેમજ મોટી સંખ્યામાં મહિલા કરી કરો સમગ્ર જિલ્લામાંથી આ રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા. તદ્ ઉપરાંત રેલી ની વ્યવસ્થા અને સાથે માર્ગદર્શન માટે દાહોદ ના ધારાસભ્ય વાજું પણદા , જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ ,ઝાલોદના ધારાસભ્ય મિતેષ ગરાસિયા , દાહોદ પાલિકા વિરોધ પક્ષના ઉપનેતા દિનેશ સીકલીગર , ડોક્ટર કિશોર તાવીયાડ , રણજિત બારીયા , હરીશ નાયક વગેરે જિલ્લા ના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહી અને સહકાર આપ્યો હતો.
આ રેલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સુત્રોચાર કરી અને વિરોધ દર્શવિ, હાયરે નોટ બંદી , હાયરે કેશલેસ્સ, હાયરે મોદી , હાયરે ભાજપ બોલી અને છાજિયા પણ લેવાયા હતા. આ રેલી દાહોદ સ્ટેશન ગાંધી ગરદન થી નીકળી, ભગિની સર્કલ થૈ નગરપાલિકા ચોકમાંથી પસાર થઇ અને નેતાજી બજારમાં થી પડાવ સરદાર ચોક ખાતે પૂર્ણ કરવામાં આવી હતી.આ સમગ્ર મહિલા કોંગ્રેસ રેલી નું સંચાલન દાહોદ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ચંદ્રકાંતાબેન ધાનકા એ કર્યું હતું. ખુબજ લાંબા સમય બાદ કોંગ્રેસ ની આ વિરાટ રેલી થી કોંગ્રેસ ના કાર્યકરો ગેલમાં આવી ગયા હતા.