દાહોદના જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજ (I.A.S.) દ્વારા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી, દાહોદ ખાતે મહાત્મા ગાંધી નરેંગા યોજના અંતર્ગત ભારત સરકાર દ્વારા અમલીકરણ થનાર C.F.P. (Cluster Facilitation Project) બાબતે નિયામક, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી, દાહોદ, મહાત્મા ગાંધી નરેગા યોજના અંતર્ગતના કર્મચારીઓ, C.F.P. (Cluster Facilitation Project) પ્રોજેક્ટ અંતર્ગતના કર્મચારીઓ સાથે સમીક્ષા બેઠક રાખવામાં આવી. સમીક્ષા બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી દ્વારા C.F.P. (Cluster Facilitation Project) બાબતે કર્મચારીઓનું માર્ગદર્શન કરવામાં આવ્યું. ભારત સરકાર દ્વારા મહાત્મા ગાંધી નરેંગા યોજનાના અસરકારક અમલીકરણ માટે નીતિ આયોગ દ્વારા જાહેર કરેલ દેશના કુલ 118 મહત્વકાંક્ષી જિલ્લાઓમાં C.F.P. (Cluster Facilitation Project) પ્રોજેકટ શરુ કરવામાં આવેલ છે. મહત્વકાંક્ષી જિલ્લાઓમાં દાહોદ જિલ્લાનું સમાવેશ થતો હોય દાહોદ જીલ્લાના દેવગઢ બારિયા અને ઝાલોદ તાલુકામાં C.F.P. (Cluster Facilitation Project) અમલીકરણ થનાર છે, જેમાં સમાવિષ્ટ કુલ ૧૪ મુદ્દાઓ જેવા કે કુદરતી સંસાધનોની જાળવણીને લગત કામો, વનીકરણના કામો કૃષિ આધારિત કામો અને ખેડૂતોની આવકમાં વધારો અને આજીવિકામાં સુધારો થાય તેવા કામો આધારિત આ પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવનાર છે. મહાત્મા ગાંધી નરેગા યોજના અંતર્ગત આગામી ૩ વર્ષમાં કરવામાં આવનાર કામો G5 આધારિત તથા વૈજ્ઞાનિક રીતે કરવામાં આવનાર છે. તેમજ ગ્રામ્ય કક્ષાએ ક્યા પ્રકારના કામો વધુ અસરકારક સાબિત થશે તેમજ કેવા પ્રકારના કામોથી ખેડૂતોની આવકમાં વધારો થશે અને તેમની આજીવિકામાં સુધારો થશે તેવા કામો કરવા બાબતે ભાર મુકવામાં આવનાર છે. સમિક્ષા બેઠકના હાર્દ સ્વરૂપે દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જીવનના સ્તરમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે. C.F.P. (Cluster Facilitation Project) અંતર્ગત કરવામાં આવનાર કામો હાડ આધારિત ઍટલે કે સેટેલાઇટ દ્વારા નક્કી કરેલ જગ્યાએ તથા વૈજ્ઞાનિક રીતે કરવામાં આવનાર હોય ગ્રામ્ય કક્ષાએ થનાર કામમાં વધુ પારદર્શકતા લાવવા સરકાર દ્વારા મહાત્મા ગાંધી નરેગા યોજના અંતર્ગત આ પ્રોજેકટ શરુ કરવામાં આવેલ છે.
દાહોદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નરેગાના કર્મચારીઓની સમીક્ષા બેઠક યોજાઈ
RELATED ARTICLES