દાહોદ જિલ્લા શૈક્ષિક સંઘ દાહોદ દ્વારા દાહોદ બ્લાઇન્ડ વેલ્ફેર ખાતે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શૈક્ષિક સંઘના સભ્યો જોડાયા હતા. રક્તદાન કેમ્પની સાથે દાહોદ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક યોજવામાં આવી તથા માધ્યમિક સંવર્ગમાં તથા પ્રાથમિક વિભાગના વિવિધ તાલુકાના અધ્યક્ષ તથા મંત્રીની સહ રચના કરવામાં આવી હતી. જેમાં રાજ્ય શૈક્ષિક સંઘના ઘનશ્યામભાઈ, રાજ્ય સંગઠન મંત્રી અરુણભાઈ જોશી, ઉપાધ્યક્ષ સરદારભાઈ મછાર. જિલ્લા અધ્યક્ષ બળવંત ડાંગર, મંત્રી નિતેશભાઈ પટેલ હાજર રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી. દાહોદ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક સંઘની કારોબારીની રચના કરવામાં આવી હતી. રાષ્ટ્રીય સ્વયં સેવકની ભગિની સંસ્થા એટલે રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ. શૈક્ષિક સંઘ વિવિધ સેવાકીય પ્રવૃતિઓ અવિરત કરે છે કોરોના મહામારી દરમ્યાન માસ્ક, રાશન કીટ, વગેરે જેવી સેવાકીય પ્રવૃતિઓ નિસ્વાર્થ કરી સાથે સાથે આજે દાહોદ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક સંઘ દ્વારા રાજ્ય સંઘ નિધિ માં દાહોદ જિલ્લાના 9500/- જેટલાં શિક્ષકોના લવાજમનો ચેક ઘનશ્યામભાઈને આપવામાં આવ્યો હતો. રક્તદાન કેમ્પમાં 30 જેટલાં શિક્ષકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું