
કોરોનાની મહામારીને ધ્યાનમા લઇ દાહોદ જિલ્લા સાંસદ અને માજી કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોરે સંજેલી તાલુકાની મુલાકત લીધી હતી. સંજેલી મામલતદાર કચેરી ખાતે આજે તા.૧૦/૦૫/૨૦૨૧ ને સોમવારના રોજ દાહોદ જિલ્લા સાંસદ જશવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. જેમાં દાહોદ જિલ્લા સાંસદ ઉપરાંત ઝાલોદ પ્રાંત અધિકારી, જિલ્લા CDHO, સંજેલી તાલુકા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, સંજેલી તાલુકા આરોગ્ય અધિકારી, દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલીયાર, ભાજપના રૂચિતાબેન રાજ અને હોદેદારો, સંજેલી PSI એસ.એમ. લાસન, સંજેલી PHC ના તબીબો, આરોગ્ય કર્મચારી તેમજ નગરના આગેવાનો હાજર રહ્યા હતા. આ બેઠકમાં દાહોદ જિલ્લા સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા કોવિડ કેર સેન્ટર, રસીકરણ તેમજ કોરોના ટેસ્ટિંગ કરવા તેમજ જરૂરિયાત મુજબની સાધન સામગ્રી મળે છે કે નહિ તે માટેની સમીક્ષા કરવામાં આવી હતી.