ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની નિયામક રોજગાર અને તાલીમ કચેરી, ગાંધીનગર હસ્તકની દાહોદ જીલ્લાની રોજગાર કચેરી દ્વારા સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા ૬૦ યુવાનો માટેની ફ્રી નિવાસી તાલીમ તા.૦૩/૧૨/૨૦૨૪ થી શ્રી ઠકકર બાપા કુમાર છાત્રાલય અને પોલીસ હેડ ક્વાટર ગ્રાઉન્ડ ખાતે શરુ કરવામા આવી હતી. તા.૩૦/૧૨/૨૦૨૪ ને સોમવારના રોજ તેનો પુર્ણાહુતી કાર્યક્રમ યોજવામા આવ્યો. જેમા દાહોદ પોલીસ હેડ કવાટરના નાયબ પોલીસ અધિક્ષક એસ.ડી. રાઠોડ તેમજ દાહોદ જીલ્લા રોજગાર અધિકારી અલ્પેશ ચૌહાણ, ભીલ સેવા મંડળના અધિકારી તેમજ તાલીમના કો ઓર્ડીનેટર તેમજ શારીરીક અને થીયરી ફેકલ્ટી દ્વારા તાલીમાર્થીઓને ઈનામ, સાહીત્ય અને પ્રમાણપત્રો આપીને આવનારી તમામ લશ્કરી અને પોલીસની ભરતીઓમા ભાગ લઈને પરીવાર અને જીલ્લા તથા રાજ્યનુ નામ રોશન કરવા પ્રોત્સાહીત કર્યા હતા. રોજગાર કચેરી દ્વારા તાલીમાર્થીઓને શારીરીક તાલીમમા દોડ, પુલ અપસ, લાંબો કુદકાની તાલીમ તેમજ લેખીત પરીક્ષા માટે ગણીત, વિજ્ઞાન, જનરલ નોલેજ, કોમ્પ્યુટર અને અંગ્રેજી જેવા વિષયની ૨૪૦ કલાકની ફ્રી નિવાસી તાલીમ આપવામા આવેલ છે, આ નિવાસી તાલીમમા રોજગાર કચેરી દ્વારા તાલીમાર્થીને ફ્રી સાહીત્ય, નાસ્તો, ભોજન, રહેઠાણ સુવિધા આપવામા આવી તેમજ ૮૦% હાજરી ધરાવતા તાલીમાર્થીને ડીબીટી દ્વારા દૈનિક ૧૦૦/-સ્ટાઈપન્ડ પણ ચુકવવામા આવશે .આ નિવાસી તાલીમ મળવેલ તાલીમાર્થીઓને અગ્નીવીર (આર્મી, નેવી, એરફોર્સ), પોલીસ, ફોરેસ્ટ તેમજ પેરા મીલીટરી ફોર્સ તેમજ સીકયુરીટી ગાર્ડની ભરતી માટે તેમજ કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબજ ઉપયોગી થનાર છે અને આ નિવાસી તાલીમ યોજના સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા ગુજરાતના ઉમેદવારો માટે આશિર્વાદ રુપ યોજના છે .
HomeDahod - દાહોદદાહોદ જીલ્લાના કુલ ૬૦ ઉમેદવારો માટેનો સંરક્ષણ ભરતી પુર્વેની પરીક્ષાલક્ષી ૩૦ દિવસની...