દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકા મથક નું મોટું સેન્ટર એટલે લીમડી તાલુકા આર્થીક પિલર ગણાતી આ નગરીમાં આજુબાજુના રાજ્યના લોકો પણ આવે છે અને અહીથી ધંધો પાછા પરત ફરે છે. જયારે લીમડી બુસ મથકે હાલમાં જે સમય પત્રક મોકેલું છે તે જુનુતો છેજ સાથેસાથે તૂટેલું છે. જેના કારણે ગામથી આવતા અને જતા મુસાફરો ને ભારે હલકી ભોગવવી પડે છે. પરંતુ આ તંત્ર નું પેટનું પાણી પણ હાલતું નથી. ડેપો માં હાલ કોઈ કંટ્રોલ નથી કારણ ક કોઈ કોન્ત્રોલેરજ નથી.
ગુજરાત સરકાર ની વિકાસ ની વાતો ના પોકળ દાવાને આવી નાની નાની બાબતો ઉજાગર કરી રહી છે. પરંતુ કોણ છે આ વિસ્તારમાં ડેપોમાં સમય પત્રક હોય કે ના હોય. બીજી બાજુ મહિલાઓની મુતરડી બંધ છે. કેમ બંધ છે તે યક્ષ પ્રશ્ન છે પરંતુ આવી પાયા ની સુવિધાઓથી લોકો વંચિત રહે અને આપણા મુખ્યમંત્રી ગતિશીલ ગુજરાત ની વાતો કરે તે ખરેખર અશોભનીય લાગે છે. વારંવાર આ બાબતે રજૂઆત છતાં કોઈ પગલાં ભરાતા નથી. કુંભકરણ ની નિંદ્રામાંથી લીમડી બસ ડેપોના કર્મચારિયો જાગશે કે કેમ એ હવે જોવાનું રહ્યું. છેલ્લે લોકોએ સમયપત્રક પોતાના સ્વખર્ચે બનાવવાનું કહ્યું તેમાં પણ લીમડી ડેપોમાંથી મળતો નથી. શું કરોડોની કમાઈ કરતો એક ડેપો સમય પર્ત્રક નવું નથી બનાવી ને લગાડી શકતો ? એતો હવે આવનારો સમયજ બતાવશે.