Friday, April 4, 2025
Google search engine
HomeUncategorizedદાહોદ જીલ્લામાં તા.૧૪મી અને ૧૫મી જુને ગ્રામ્ય શાળા પ્રવેશોત્સવમાં ધો. - ૧માં...

દાહોદ જીલ્લામાં તા.૧૪મી અને ૧૫મી જુને ગ્રામ્ય શાળા પ્રવેશોત્સવમાં ધો. – ૧માં ૩૬,૫૯૪ અને ધો. – ૯માં ૪૪,૨૪૯ બાળકોને પ્રવેશ અપાશે

 

THIS NEWS IS SPONSORED BY : RAHUL HONDA

શાળા પ્રવેશોત્સવ દરમિયાન એક પણ બાળક શાળા પ્રવેશથી વંચિત ન રહે તે માટે સંપૂર્ણ તકેદારી રાખવી : કલેકટર વિજય ખરાડી

દાહોદ જીલ્લામાં ચાલુ વર્ષે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ – ૨૦૧૮ ગ્રામ્ય માટે તા.૧૪ અને ૧૫ જૂન – ૨૦૧૮ અને શહેરી વિસ્તારો માટે તા.૨૨ અને ૨૩ જૂન – ૨૦૧૮ નિયત કરવામાં આવેલ છે. આ શાળા પ્રવેશોત્સવ – કન્યા કેળવણી મહોત્સવ આયોજન સમિતિની બેઠક જિલ્લા કલેકટર વિજય ખરાડીના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદનના હોલ ખાતે યોજાઇ હતી. 

બેઠકમાં જિલ્લા કલેકટર વિજય ખરાડીએ જણાવ્યું હતું કે ધો. – ૧ અને ધો. – ૯ માં પ્રવેશ પાત્ર એક પણ બાળક શાળા પ્રવેશથી વંચિત ન રહે તે માટે તમામ અધિકારી – કર્મચારીઓ સંવેદના સાથે તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો. ડ્રોપઆઉટ થયેલા બાળકોનું સર્વે કરી તેઓના વાલીઓને સમજાવી તેને પૂરતી સગવડો સાથે પ્રોત્સાહન આપી શાળામાં દાખલ થાય તેવી વ્યવસ્થાઓ ઉભી કરવાની રહેશે. દાહોદ જિલ્લામાં રોજીરોટી માટે સ્થળાંતર થતાં ગરીબ – આદિવાસી લોકોના બાળકો માટે રાજય સરકારે ઋતુગત હોસ્ટેલો શરૂ કરી છે. રાત્રિ વર્ગો પણ ચાલુ કરવાની યોજના છે. ત્યારે વાલીઓને શિક્ષક સહિત પાયાના કર્મચારીઓ ઘર ઘર પહોંચી વિગતો મેળવી શિક્ષણ પરત્વે વાલી – બાળકને ઉજાગર કરવા સંપૂર્ણ પ્રયાસો કરવા કલેક્ટર વિજય ખરાડીએ તાકીદ સાથે જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી રમેશચન્દ્ર પટેલે બાળકો શાળામાં પ્રવેશ મેળવી શાળામાં આવવા આકર્ષાય તેવું વાતાવરણ ઉભુ કરવાનું રહેશે. બાળકોને દાતાઓ મારફત પ્રોત્સાહજનક શૈક્ષણિક કિટ્સ મળે તેવું આયોજન કરવું. સર્વે દરમિયાન કોઇ બાળક રહી ગયું હોય તેવા બાળકોની ચોકકસ ચકાસણી કરી લઇ ૧૦૦% નામાંકન થાય. ડ્રોપઆઉટ થયેલા બાળકોની સઘન ચકાસણી કરી લઇ તે બાળકોને પ્રવેશ અપાય તે માટે ઝુંબેશના ધોરણે કાર્યવાહી કરવાની રહેશે.  

આ બેઠકમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.વી.વ્યાસે શાળા પ્રવેશોત્સવની વિગતો પૂરી પાડતાં જણાવ્યું હતું કે ચાલુ વર્ષે ૧૪૫ રૂટો પરથી ધો. – ૧માં ૧૮,૧૮૫ કુમાર અને ૧૮,૪૦૯ કન્યા મળી કુલ – ૩૬,૫૯૪ બાળકો જયારે ધો. – ૯ માં ૪૪,૨૪૯ બાળકો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ દરમિયાન પ્રવેશ મેળવશે.

રાજય સરકારને ધો. – ૮ પછી શાળા છોડી જતા બાળકોનો ડ્રોપઆઉટ રેશીયો વધુ હોવાનું જણાતાં ચાલુ વર્ષે ધો. – ૯ માં પ્રવેશ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. રાજયમાં આવા ૧૨૧ તાલુકાઓ પૈકી જિલ્લાના દાહોદ, ઝાલોદ, ફતેપુરા, લીમખેડા અને ધાનપુર તાલુકાઓનો સમાવેશ થાય છે. આ તાલુકાઓમાં મંત્રી મંડળના સદસ્યો સંસદીય સચિવો, ધારાસભ્યો, પદાધિકારીઓ, રાજ્ય અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ નિયત રૂટો પર જઇ બાળકોને પ્રવેશ અપાવી શિક્ષણ પરત્વે બાળકો, વાલીઓ અને ગ્રામજનોને પ્રોત્સાહિત કરશે. શાળા પ્રવેશોત્સવનો સમય સવારે પ્રથમ માધ્યમિક શાળામાં સવારે ૦૮:૦૦ થી ૧૦:૦૦ જયારે બીજી માધ્યમિક શાળામાં સવારે ૧૧:૦૦ થી બપોરે ૧૩:૦૦ કલાક જયારે પ્રાથમિક શાળામાં પ્રથમ શાળામાં સવારે ૦૭:૩૦ થી ૦૯:૦૦, બીજી શાળામાં ૦૯:૧૫ થી ૧૧:૦૦ અને ત્રીજી શાળામાં ૧૧:૩૦ થી ૧૩:૦૦ કલાકનો રહેશે. પ્રવેશપાત્ર બાળકો સહિત આંગણવાડીના પ્રવેશપાત્ર બાળકોને આવરી લેવામાં આવશે.

વધુમાં વ્યાસ સાહેબે જણાવ્યુ હતુ કે શાળા પ્રવેશોત્સવ દરમિયાન ગામની સગર્ભા / ધાત્રીમાતા / કિશોરીઓને સુખડી – ઉપમા જેવો પોષણક્ષમના આહાર કિટ્સ અપાશે. સદર દિવસે દરેક શાળામાં વૃક્ષારોપણ અને રાષ્ટ્રીગીત ફરજીયાત કરવામાં આવશે.

આ બેઠકમાં પ્રાયોજના વહીવટદાર ચૈાધરી સાહેબ, જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.નિનામા સાહેબ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ.કે. પટેલ સાહેબ સહિત સમિતિના સંબધિત સભ્યો ઉપસ્થિત રહયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments