GIRISH PARMAR – JESAWADA
દાહોદ જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના આરોગ્ય અધિકારી ડો. જે. જે. પંડ્યા, અધિક આરોગ્ય અધિકારી, ડી.એમ.ઓ., તથા દાહોદ નગર પાલિકાના પ્રમુખ સંયુક્તાબેન મોદીના માર્ગદર્શન હેઠળ આ રેલીનું આયોજન કરવામાં આવ્યું, આ રેલીમાં ગરબાડા, લીમખેડા, ધાનપુર, ઝાલોદ અને દાહોદના તમામ બ્લોકના તાલુકા હેલ્થ ઓફિસરો તેમજ તમામ તાલુકાનાં સુપરવાઈઝરો, પી.એચ.સી. સુપરવાઈઝરો તથા તમામ પી.એચ.સી.ના એમ.ઓ. તેમજ એફ.એચ.ડબલ્યુ. બહેનો અને એમ.પી.એચ.ડબલ્યુ. ભાઈઓ, આશાવર્કર બહેનો, દાહોદનો નર્સિંગ સ્કૂલનો સ્ટાફ તથા દાહોદની અન્ય શાળાઓના બાળકો દ્વારા આ રેલી ગોવિંદ નગરના ટોપી હોલથી શરૂ કરી અનાજ માર્કેટ યાર્ડ રોડ, પડાવ, દોલતગંજ બજાર, નગર પાલિકા, ગાંધી ચોક, દેસાઇવાડા, સિવિલ હોસ્પિટલ રોડ થી પાણીની ટાંકી થઈ પોલીસ લાઇન રોડ પર ભવ્ય રેલી યોજવામાં આવી હતી જેનો મુખ્ય હેતુ લોકોમાં દીકરીઓ પ્રત્યે જન જાગૃતિ થાય તે માટે હતો અને છેલ્લે દાહોદના સિટી ગ્રાઉન્ડમાં આ રેલી પુરી કરવામાં આવી.