દાહોદ જીલ્લામાં આજે તા. 03/08/2020 ને સોમવારના રોજ 15 વ્યક્તિઓના કોરોના પોઝીટીવ થયાની જાહેરાતની સાથે કોરોના કેસોનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. ત્યારે RTPcr માં 15 વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ આવતા જ બીજા 12 વ્યક્તિઓનો રેપિડ ટેસ્ટમાં પોઝીટીવ આવતા આજ રોજ કુલ 27 વ્યક્તિઓ કોરોના પોઝીટીવ આવેલ છે. દાહોદ જિલ્લામાં ગત 24 કલાકમાં કુલ 146 વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેનો આજે રિપોર્ટ આવતા કુલ 146 પૈકી 131 વ્યક્તિઓના સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને 15 વ્યક્તિઓનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો, ત્યારબાદ આજે રેપિડ ટેસ્ટમાં કુલ 93 વ્યક્તિઓના સેમ્પલના રિપોર્ટ આવતા તેમાં 12 વ્યક્તિઓના સેમ્પલનો રેપિડ ટેસ્ટ રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો અને આ રેપિડ ટેસ્ટના રિપોર્ટ આવતા કુલ આંકડો 643 પર પહોંચી ચુક્યો છે. જ્યાંરે 14 વ્યક્તિઓ સરકારી ગાઈડલાઈન મુજબ સાજા થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને એક્ટીવ કેસોની સંખ્યા વધીને 299 પર પહોચી ચુકી છે. તથા મૃત્યુ દરની વાત કરીએ તો દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કોરોના સંક્રમણને કારણે કુલ 04 વ્યક્તિઓ અને અન્ય બીમારીને કારણે કુલ 36 વ્યક્તિઓ મળીને કુલ 40 વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આમ, દાહોદ જિલ્લાના મુખ્ય મથક એવા દાહોદમાં કોરોના સંક્રમણનું પ્રમાણ આજે થોડું ઘટ્યું હતુ. જેથી દાહોદ શહેર જિલ્લામાં હાશકારો અનુભવાયો હતો.
THIS NEWS IS POWERED BY –– PHONE WALE
આરોગ્ય વિભાગે દ્વારા ગત 24 કલાક પહેલા કલેક્ટ કરેલ અને આજના રેપિડ ટેસ્ટ મળી કુલ 239 સેમ્પલો તપાસ અર્થે મોકલ્યા હતા જે પૈકી 212 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. અને 27 વ્યક્તિઓનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવેલ છે. જેેેઓના નામ : (1) મનોરમબેન જગદીશચંદ્ર અગ્રવાલ, (2) રબાબ તહર લૂખડીયા, (3) કાંતાબેન દલસુખભાઈ ચૌહાણ, (4) મેઘાબેન અંકુરભાઈ દેસાઇ, (5) મહેશકુમાર ગજાનંદભાઈ શ્રીગોડ, (6) મનોજ ગજાનંદભાઈ શ્રીગોડ, (7) ગજાનંદભાઈ બુધાલાલ, શ્રીગોડ, (8) જશવંતભાઈ રણછોડભાઈ ગારી, (9) મનીષાબેન સુરેશકુમાર ભસાની, (10) અલીઅસગર ફકરુદ્દીન હોશિયાર, (11) વિજય સુભાષભાઈ પંચાલ, (12) નવનીતલાલ હીરાલાલ પંચાલ, (13) દીપકભાઈ દિલીપભાઇ લખારા, (14) સોનુંબેન દિલીપભાઇ લખારા અને (15) નરેશભાઇ ચંદુલાલ પંચાલ તેમજ રેપિડ ટેસ્ટમાં : (16) સાવિત્રીબેન વિકાસ નામખેડ, (17) ઝેહરા ઇલ્યાસ જીનીયા, (18) સન્ની સુરેશભાઇ સોલંકી, (19) પ્રદીપ ભગત, (20) સુરેખા પ્રદીપ ભગત, (21) કિર્તિ એન. દેસાઇ, (22) કૌશલ એચ. શેઠ, (23) પરેશ આર. મોઢિયાં, (24) ફતેમાં એ. સાયકલવાલા, (25) મકનીબેન પરમાર, (26) વિશાલભાઈ સરૈયા અને (27) યશ ડી. લીમડીવાલાનાઓ મળી આજે તા.03/08/2020 ને સોમવારને રક્ષાબંધન પર્વના દિવસે દાહોદ તાલુકામાં 16, ઝાલોદ તાલુકામાં 06, ગરબાડા તાલુકામાં 03 અને લીમખેડા તાલુકામાં 02 કોરોના પોઝીટીવ મળી કુલ 27 વ્યક્તિઓ કોરોના પોઝીટીવ જાહેર થયેલ છે. આમ આ 27 જેટલાં પોજીટીવ કેસો જાહેર થયાની સાથે જ આ તમામ વ્યક્તિઓની ટ્રાવેલ હિસ્ટ્રી અને તેઓ કોના કોના સંપર્કમાં આવેલ છે. તેની માહિતી એકત્રિત કરવામાં આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર જોતરાઈ ગઈ હતી. અને જે તે વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરી તે વિસ્તારને સેનેટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
આજ રોજ દાહોદ જિલ્લામાં 27 વ્યક્તિ કોરોના પોઝીટીવ આવતા કુલ કોરોના પોઝીટીવની સંખ્યા 643 થઈ છે અને આજ રોજ કુલ 14 વ્યક્તિસરકારી ગાઈડ લાઇન મુજબ સજા થતાં રોજ કુુુલ 304 વ્યક્તિઓ સાજા થઈ તેમના ઘરે પરત ગયેલ છે. જ્યારે કોરોના પોઝીટીવ એક્ટિવ કેસની સંખ્યા કુલ 299 પર પહોચી ગઈ અને જિલ્લામાં મૃત્યુનો કુલ આંકડો 04 અને અન્ય બીમારીને કારણે કુલ 36 વ્યક્તિઓ મળીને કુલ 40 વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.