THIS NEWS POWERED BY : RAHUL MOTORS
દાહોદ જિલ્લાને ગર્વ પમાડે તેવો અનેરો પ્રસંગ આજે દાહોદના આંગણે ઉજવાયો. દાહોદ જેવા આદિવાસી જિલ્લાને વડાપ્રધાન મોદીની મદદ અને ગુજરાત સહકારના પ્રયાસો થકી આજે દાહોદના નિમનળિયા ખાતે ઝાયડ્સ મેડિકલ કોલેજની સૌથી પ્રથમ બેચની શરૂઆત થઈ અને યોજાયો ઓરીએન્ટેશન પ્રોગ્રામ.
દાહોદની આ મેડિકલ કોલેજમાં પ્રથમ બેચમાં કુલ 150 સીટો ઉપર 150 એડમિશન લઈ અને તમામ વિદ્યાર્થીઓ ગુજરાત અને દેશના વિવિધ રાજ્યોમાંથી અને વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ આજે દાહોદ આવી અને કોલેજના પ્રથમ દિવસે આ ઓરીએન્ટેશનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમનું ઉદ્ઘાટન દાહોદ જિલ્લાના જ લોકલાડીલા સાંસદ અને કેન્દ્રીય આદિજાતિ રાજ્ય મંત્રી જાસ્વાંતસિંહ ભાભોરે દીપ પ્રાગટય કરી કર્યું હતું. આ પ્રસંગે તેઓ જણાવ્યું હતું કે ખરેખર આદિવાસી જિલ્લામાં આટલી મોટી કોલેજ દાહોદ માટે અદભુત સિદ્ધિ છે. અને દાહોદના લોકે ગરવલેવાની બાબત છે.
આ કાર્યક્રમમાં અન્ય મહાનુભાવોમાં પ્રવાસન નિગમના ડીરેકટર સુધીર લાલપુરવાલા, ઝાયડ્સ ના CEO મૌલેશ શાહ, ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સિલર એમ.કે. પડાદીયા, એડિશનલ ચીફ સેક્રેટરી પી.કે. પરમાર ગુજરાત સરકાર આરોગ્ય વિભાગ, ગુજરાત આરોગ્ય વિભાગના એડિશનલ ડિરેકટર ધોળકિયા, જિલ્લા ભાજપ પ્રમુખ શંકર અમાલિયાર, મેડિકલ કોલેજના પ્રિન્સિપલ પી.ડી મોદી, DDO આર.કે.પટેલ, પાલિકા પ્રમુખ અભિષેક મેડા , દાહોદ ના મેડિકલ કાઉન્સિલના ડોકટર્સ, સ્ટુડન્ટસ અને સ્ટુડન્ટ્સના વાલીઓ, નગર જનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.