દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદમાં તા.૨૪/૦૪/૨૦૧૯ ને બુધવારના દિવસે ગૌરક્ષક દળના કાર્યકર્તાઓને સૂચના મળી હતી કે દાહોદ કસ્બાના મટન માર્કેટની પાછળ એક ઘરમાં ગાયોને કતલ કરવામાં આવનાર છે. ત્યારે ગૌ રક્ષક દળના કાર્યકર્તાઓએ દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનમાં જાણ કરતા તરત જ દાહોદ ટાઉન પોલીસ આ ગૌ હત્યાને રોકવા માટે દાહોદ કસ્બાના મટન માર્કેટના પાછળ ઇલ્યાસ ટાઇગર (કુરેશી) કસાઈના ઘરમાં રેડ પાડતા 2 ગૌવંશની હત્યા થતા બચાવી હતી.
આ ગૌવંશોને અનાજ મહાજન ગૌ શાળામાં સુરક્ષિત રીતે મોકલી આપવામાં આવેલ છે. દાહોદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર વી.પી. પટેલ અને પોલીસ સ્ટાફનાઓની આ ઉત્કૃષ્ઠ કામગીરી બિરદાવા લાયક છે.