દાહોદ ટાઉનમાં થોડા દિવસ અગાઉ એક વોહરા સમાજના વેપારી ને ત્યાં બંધ ઘરમાં ચોરી થઇ હતી જેમો રોક્કડ અને સોનાના દાગીના મળી કુલ રૂપિયા 5લાખ ની ચોરી કરી હતી જેમાં ત્રણ બેકાર યુવાનો અને ગરીબ ઘરના સંડોવાયલા હતા. સ્થળ પર CCTV ફૂટેજ ના આધારે દાહોદ ટાઉન P.I R.H.BHATT આ ત્રણે ની ઓળખ કરી વારા ફરથી તેઓ ની તપાસ કરી અટક કરી તેમની પાસેથી રોક્કડ 80000/-રૂ. રીકવર કર્યા હતા.અને દાગીના માટેની તપાસ અને પૂછ પરછ હજી ચાલુ છે.અને આવનારા દિવસોમાં મળે તેવી શક્યતાઓ નકારી શકાય નહિ તેવું દાહોદ ટાઉન પી. આઈ ભટ્ટએ જણાવ્યું હતું.