Thursday, January 23, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદના ડોક્ટર્સ એસોસિએશને “બેટી બચાઓ – બેટી પઢાઓ” કાર્યક્રમ અંતર્ગત હાસ્ય અને...

દાહોદના ડોક્ટર્સ એસોસિએશને “બેટી બચાઓ – બેટી પઢાઓ” કાર્યક્રમ અંતર્ગત હાસ્ય અને ડાયરા કલાકાર સાંઈરામ દવેનો “રંગ કસુંબલ હસાયરા” ના ભવ્ય કાર્યક્રમનું કર્યું આયોજન

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદના ઈન્દોર હાઇવે પર આવેલ પ્રસંગ પાર્ટી પ્લોટ – ૨ ખાતે આજે તા.૧૨.૧૦.૨૦૧૯ ને શનિવારના રોજ દાહોદ ડોક્ટર્સ એસોસિએશન દ્વારા “બેટી બચાઓ – બેટી પઢાઓ” કાર્યક્રમ અંતર્ગત રાજકોટના અને ગુજરાતની શાન એવા હાસ્ય અને ડાયરા કલાકાર સાંઈરામ દવે તથા તેમની ટીમ દ્વાર “રંગ કસુંબલ હસાયરો” નો એક ભવ્ય કાર્યક્રમનુ આયોજન થયુ. આ કાર્યક્રમમાં દાહોદ શહેરના તમામ ડોક્ટર્સ, દાહોદ જિલ્લા સાંસદ જસવંતસિંહ ભાભોર, જિલ્લા કલેક્ટર વિજય ખરાડી, જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર, નગર સેવા સદનના પૂર્વ પ્રમુખ ગુલાશનભાઈ બચાણી, કમલેશ રાઠી, વિનોદ રાજગોર, નીરજ દેસાઇ, મોતીસિંહ માળી, રાકેશ માળી, મનોજભાઈ, ભાજપના કાર્યકર્તા તથા દાહોદ શહેરની જનતા ખૂબ બહોળા પ્રમાણમાં આ કાર્યક્રમને મહાલવા આવ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆતમાં ડોક્ટર્સ એસોસિએશનના ડો.કેતન પટેલએ જશવંતસિંહ ભાભોરનું સ્વાગત કર્યું, ત્યારબાદ ડો.નિલેશભાઈ ભૈયા – ગુલશન બચાણીનું, ડો.નીલમ સાહેબે ડો.બી.કે.પટેલ સાહેબનું સ્વાગત કર્યું, ડો.જીતુભાઈ ભરપોડાએ કમલેશ રાઠીનું સ્વાગત કર્યું, ડો.મિત ચાવડાએ વિનોદ રાજગોરનું સ્વાગત, ડો.મિલન ભરપોડાએ નિરજ દેસાઈનું સ્વાગત, ડો.ભરતભાઈ ભોકાણ સાહેબે હિતેશભાઈનું સ્વાગત, ડો.પ્રશાંતભાઈએ મોતીસિંહ માળીનું સ્વાગત ડો. રાજેન્દ્ર નાયકે રાકેશ માળીનું સ્વાગત, ડો.શીતલ શાહે મનોજભાઈનું સ્વાગત કર્યું હતું.

આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત દાહોદ જિલ્લાના સાંસદ જશવંતસિંહ ભાભોરે તેમના વક્તવ્યમાં કહ્યું કે આપણા વરિષ્ઠ એવા ડો. બી. કે. પટેલ સાહેબ, ડો.કેતનભાઇ, અન્ય ડોક્ટર્સ અને ભારતીય જનતા પાર્ટીના બધા મહાનુભાવો આજે પુરા દાહોદ શહેર વચ્ચે ઉપસ્થિત સર્વે ડોક્ટર મિત્રો, સૌ પરિવારજનો, બાળકો આપ સર્વેનો આજે આ વિસ્તારના સાંસદ તરીકે આપ સૌનો ખુબ હૃદય પૂર્વક સ્વાગત કરું છું. તેઓએ વધુમાં કહ્યું હતું કે દાહોદના વિકાસ માટે, દાહોદની પ્રગતિ માટે મને ખૂબ મોટો સપોર્ટ આપ બધાએ કર્યો છે એ બદલ આપ સૌનો ખુબ આભારી છું. હજી પણ દાહોદના વિકાસ માટે, દાહોદની પ્રગતિ માટે આપ સૌનો ખૂબ સપોર્ટ મળશે આજે આશા વ્યક્ત કરું છું. તેઓએ કહ્યું કે “બેટી બચાવો બેટી પઢાવો” ની વાત આપણા દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે પૂરા હિન્દુસ્તાનમાં એક જ એવા મુખ્યમંત્રી હતા કે જે દીકરીનું શિક્ષણ હોય, સર્વાંગી વિકાસ હોય, દીકરી અને માતાઓના કુપોષણની વાત હોય અને ગુજરાતની ધરતી પર પહેલીવાર માતાઓનું સન્માન કરનાર તેઓ હતા. પ્રધાનમંત્રી બન્યા પછી દીકરા અને દીકરો વચ્ચેનું અંતર છે, તફાવત છે એ તફાવતને પૂર્ણપણે નાબૂદ કરવા માટે આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે લગાતાર ખૂબ પ્રયાસ કર્યા છે. એ જ વિષય પર આજે આપણે બધાએ ચિંતા કરીને દીકરીઓ માટે માટેની જાગૃતિ માટે આ કાર્યક્રમ કરી રહ્યા છે. આજે આપ સૌનો આભાર કે જે સૃષ્ટિનું સર્જન દીકરીઓ થકી થઇ રહ્યું છે આપણે બધા જાણીએ બહુ સરસ લાગે છે કે જે દરેક જિલ્લાઓમાં આપણો જિલ્લો છે કે જે આણંદ, ખેડા હોય એના કરતાં આપણો જિલ્લામા દિકરા-દિકરીઓ વચ્ચેનું અંતર ખૂબ નહિવત છે. અને તે દિશામાં આપ ડોક્ટરો પણ ખૂબ સપોર્ટ કરી રહ્યા છો. અને સાથે કહ્યું કે ડોક્ટર મિત્રો માટે એક મોટો હોલ બનાવવાનું પણ તમારું સ્વપ્ન છે ડો.ડામોર સાહેબ સાથે ચર્ચા કરીને નગરપાલિકાને રજૂઆત કરી છે. પણ ટૂંકા ગાળાની અંદર એ બાબતે વિચારણા કરીને દાહોદ જિલ્લાના ડોક્ટર મિત્રોના આરોગ્ય ભવનનું નિર્માણ થાય તે દિશામાં આપણે સાથે મળીને પ્રયાસ કરીશું. તેઓએ બીજી એક જાહેરાત કરી કે દાહોદમાં એરપોર્ટ મળે એના માટે પણ આપણે પ્રયત્ન કરી રહ્યા છે. વધુમાં આજે તમે આ જે કાર્યક્રમનું આયોજન કર્યું તે બદલ ડો.ડામોર સાહેબ, ડો.કેતનભાઇ અને બી.કે.પટેલ સાહેબ, મેડિકલ કોલેજના ડીન આપ સૌનો આભાર તેમ કહી તેમનું વક્તવ્ય પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.

ડો. કેતન પટેલ સાહેબે > > “બેટી બચાવો બેટી વધાવો” એનો ઉદ્દેશ એક મનોરંજનની સાથે સામાજિક મેસેજ પહોચે એ છે. બાળકીઓનું બાળકોના પ્રમાણમાં લગભગ એક હજારની સંખ્યામાં ૯૮૦ એટલે બહુ સારું. આપણે ૯૫૦ થી ૯૪૦ ની આજુબાજુ છે. આ કાર્યક્રમનો આપ સૌ આનંદ માણસો પણ એ પહેલા તેઓએ બધાને કહ્યું કે બધા પોતાના સ્થાન પર ઉભા થઈ જાય અને પોતાનો હાથ આગળ કરી પ્રતિજ્ઞા લેવડાવી હતી.

ડો.શીતલ શાહ > > સાસંદ જશવંતસિંહ ભાભોર સાહેબ ફરીથી સાંસદ માથી મંત્રી બની જાયને તેમને મળી મંત્રી પદ મળી જાય અને ફરીથી દાહોદનો વિકાસ ઝડપથી થાય. દાહોદ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, મારા સૌ મિત્રો તેમના પરિવારજનો અને મિત્રો આપ સૌ આપનો કિમતી સમય કાઢીને આ કાર્યક્રમની શોભા વધારે પધાર્યા આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને ભવિષ્યમાં પણ આપ સહુ આવી રીતે જ અમને સાથ અને સહકાર આપતા રહેશો તેવી અભ્યર્થના આપને જાણીને નવાઈ લાગશે કે દાહોદમાં કે ડોક્ટર છે એમાં લગભગ 10 થી 15 ટકા ડોક્ટર સેવા છે જેમને માત્ર એક કે બે દીકરીઓ છે એટલે એક સંદેશ ડોક્ટર્સ પણ આપવા માંગે છે કે લોકો ક્યારે ચેક કરાવતા નથી અને આપણે પણ ભવિષ્યમાં કોઇ ડોક્ટર પાસે જઈને છોકરો કે છોકરી જેવી કોઈપણ જાતની વાત પૂછી ને કરાય ને કરવાની ભાવના રાખવી નહીં

ત્યારબાદ ડો.કેતન પટેલે સાઈરામ દવે નો પરિચય આપતા કહ્યું કે તેઓનું મુળ નામ પ્રશાંત વિષ્ણુભાઈ દવે છે. તેમણે મળેલ એવોર્ડની વાત કરીએ તો ૨૦૦૭માં તત્કાલીન મુખ્યમંત્રીશ્રી મોદી સાહેબના હસ્તે ગુજરાત ગૌરવ નામના પુરસ્કારોથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. ૨૦૧૬માં ગુજરાતના રાજ્યપાલશ્રી ઓ.પી.કોહલી ના હસ્તે એમને જ્વેલ ઓફ ગુજરાત એવોર્ડ એનાયત કરાયો હતો. તેઓએ ટીચર તરિકે ૧૪ વર્ષ સુધી પ્રાથમિક શાળામાં શિક્ષક અને આચાર્ય તરીકે ગોંડલમાં સેવા બજાવી હતી. રાજકોટમાં નચિકેતા સ્કૂલિંગ સિસ્ટમ નામે ભારતીય પરંપરાના થીમ પર સ્કૂલના ફાઉન્ડર પ્રેસિડેન્ટ છે. જેમાં છેલ્લા ચાર વર્ષમાં બે હજારથી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. પોતાની ૨૨ વર્ષની કારકિર્દીમાં તેમણે દુનિયામાં જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે તે બધા દેશોમાં જઈ અને હાસ્યના કાર્યક્રમો આપેલા છે. પછી તેમાં USA, UK, મલેશિયા કે પછી ઓસ્ટ્રેલીયા. બધી જગ્યાએ તેઓના કાર્યક્રમો થતા હોય છે. ૨૦૦૭માં હાઇટેક સાયરામ દવે કંપનીએ પોતાની વેબસાઈટ બનાવેલી ફીફા ખાંડે. facebook, તિનપત્તી, કારણ વગરનું રાજકારણ, સાઈરામ ની સેલફી, આપણે સોશિયલ મીડિયાના માધ્યમના સ્વરૂપે આજે જોઈ શકીએ છે. youtube, whatsapp હોય કે ફેસબુક પર રંગ કસુંબલ ગુજરાતી, અક્ષરની આંગળીઓ, સાંઈરામના હસ્તાક્ષર તેમના પ્રચલિત કાવ્યસંગ્રહ છે અને એમના વિશે એવું કહેવાય કે જો એમને ત્રણ કલાક તમે સાંભળો તો તમારો ૩૬૫ દિવસનો થાક ઉતરી જાય એટલે હવે પછીના ત્રણ કલાક કદાચ આપણા માટે યાદગાર બની રહેશે અને આપ સૌ શાંતિથી સાંભળશો. ત્યારબાદ ડો. બી.કે. પટેલ સાહેબે દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરને શાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું અને ત્યારપછી સમગ્ર ડોક્ટર્સ વતી ડોક્ટર એસોસિએશનના તમામ સભ્યોએ સાંઈરામ દવેનું પણ બુકે અને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું અને પછી ચાલુ થયો રંગ કસુંબલ હસાયરો….
સાંઈરામ દવે > > હાસ્ય અને ડાયરા કલાકાર > > શહેરવાળા કહે કે ડાયરો એટલે શું? તો મેં કહ્યું કે ગામડું બોલે અને શહેર સાંભળે એટલે ડાયરો, બાજરીના રોટલા બોલે અને પીઝા સાંભળે એટલે ડાયરો. અને ત્યારબાદ હાસ્ય અને ડાયરાની તેઓએ રમઝટ બોલાવી સૌને હસાવી લોટપોટ કરી દીધા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments