Sunday, April 6, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ નગરપાલિકા દ્વારા આવતી કાલ થી "કોવિડ - 19 સહાયતા કેન્દ્ર" (24...

દાહોદ નગરપાલિકા દ્વારા આવતી કાલ થી “કોવિડ – 19 સહાયતા કેન્દ્ર” (24 કલાક) ની શરૂઆત કરવામાં આવશે

THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદની નગર પાલિકાના પ્રમુખ રીનાબેન પંચાલ તથા દરેેક વોર્ડના કાઉન્સિલરના સહયોગ દ્વારા આવતી કાલ થી “કોવિડ – 19 સહાયતા કેન્દ્ર” (24 કલાક) ની શરૂઆત કરવામાં આવશે.

આ સહાયતા કેન્દ્ર દ્વારા કોવિડ-19 ના દર્દી અથવા તેમના સગાવહાલાને જરૂરી માહિતીઓ પૂરી પાડવામાં આવશે. જેવી કે કઈ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે, ICU વોર્ડ ખાલી છે કે નહિ, લેબોરેટરીની વિગતો, એમ્બ્યુલન્સની માહિતી વિગેેરે થી દર્દીઓને હોસ્પિટલના ધક્કા ખાવા ન પડે અને સાચી માહિતી મેળવી જે તે હોસ્પિટલમાં જઈ શકે.

THIS NEWS IS POWERED BY –– RAHUL HONDA

આ સહાયતા કેન્દ્ર 24 x 7 ચાલુ રહેશે. અને આ સાથે આપેલ નંબર – 9429976004 પર ફોન કરી માહિતી મેળવી શકાશે. તથા વધુમાં સવારના 08:00 થી બપોરના 02:00 કલાક સુધી કપિલભાઈ ત્રિવેદી – 9016047749 ઉપર, બપોરના 02:00 થી રાત્રીના 10:00 કલાક સુધી સુભાષભાઈ પ્રેમજાની – 9426839644 ઉપર તથા રાત્રીના 10:00 થી સવારના 08:00 કલાક સુધી મનોજભાઈ શર્મા – 9773072736 ના મોબાઈલ નંબર ઉપર પણ સંપર્ક કરવાથી પણ જરૂરી માહિતી મળી શકશે. આમ દાહોદ નગર પાલિકાના નવા પ્રમુખ અને કાઉન્સીલરો દ્વારા આ ઉમદા કાર્યવાહી આવતી કાલથી શરૂ કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments