THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદમાં આજે તા ૨૦/૦૫/૨૦૨૧ ને ગુરુવાર ના રોજ દાહોદ નગર પાલિકાની ત્રિમાસિક સામાન્ય સભા યોજવામાં આવી હતી. સભાની શરૂવાત વંદેમતરમ ના ગાન થી કરવાં આવી હતી ત્યાર બાદ કોરોનામાં મૃત્યુ પામેલ દાહોદ શહેર ના નાગરિકો ને બે મિનિટ નું મૌન પાળી ને શ્રદ્ધાંજલિ આપી હતી.ત્યાર બાદ સભા માં મુકવામાં આવેલ એજન્ડાઓ પર ચર્ચા કરી ને વિપક્ષ તથા સત્તાપક્ષ સર્વ સહમતી થી બધા જ એજન્ડાઓને બહાલી આપવામાં આવી હતી.
જ્યારે દાહોદ શહેર પ્રથમ 100 સ્માર્ટ સીટી અંતર્ગત 1 માત્ર નગર પાલિકા હોવાથી સ્વચ્છ ભારત અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડરની જોગવાઈ હોવાથી બ્રાન્ડ એમ્બેસેડર તરીકે લીટલ ફ્લાવર્સ સ્કૂલના આચાર્ય કૃતાર્થ જોષીને નીમવામાં આવ્યા છે.
THIS NEWS IS POWERED BY –– SHRI KRISHNA SWEETS
આ ત્રિ-માસિક સાધારણ સભા દાહોદ શહેર ચીફ ઓફીસર નવનીત પટેલ, નગર પાલિકાના પ્રમુખ રીનાબેન પંચાલ, ઉપપ્રમુખ અબ્દી ચલ્લાવાલા, કારોબારી ચેરમેન લક્ષ્મણ રાજગોર, પક્ષના નેતા રાજેશ સહેતાઈ, દંડક શ્રદ્ધા ભડંગ, દાહોદ શહેરના વિવિધ વોર્ડના કાઉન્સિલરો, નગર પાલિકાના વિવિધ ખતાના હોદ્દેદારો તથા કર્મચારીઓની હાજરીમાં યોજાઈ હતી.