THIS NEWS IS SPONSORED BY –– RAHUL MOTORS
બિગ બ્રેકીંગ દાહોદ : .– દાહોદ નજીક મુવાલીયા ક્રોસિંગ પાસે ટેન્કર તેમજ ટ્રેકટર વચ્ચે સર્જાયો અકસ્માત 5ના મોત 15 ઘાયલ
– દાહોદ મુવાલીયા ચોકડી ઉપર ટ્રેક્ટ તેમજ ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે 5 લોકો ના મોત ની આશંકા છે અને 6 લોકો ને ઇજા થઇ હતી આ લોકો
ઝાયડ્સ હોસ્પિટલમાં મજૂરી નું કામ કરતા હતા જેમને લઈ ટ્રેકટર તેમના રૂમ પર જતું હતું તે દરમિયાન સર્જાયો અકસ્માત મૃત્યુ પામનાર ઝારખન્ડ ના રહેવાસી કોન્ટ્રાકટ બેઝ પર મજૂરી કામ કરતા હતા.પુરપાટ ઝડપે આવતા ટેન્કરે ટ્રેકટર ને ટક્કર મારતા ઘટના સ્થળે આશરે 5 લોકો ના મોત થયા હતા. અન્ય 6 ઇજાગ્રસ્તો ને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.
જેમાંથી 2 વ્યક્તિઓની હાલત ગભીર હોવાથી વડોદરાના ખાનગી દવાખાનામાં ખસેડાયા હતા
ઘટના ની જાણ થતાં પોલીસ કાફલો .ફાયર.ના જવાનો અને હાઇવે ઇમરજન્સી ઘટના સ્થળ પર પોહચી ગયા હતા.
મોટી વાત તો એ છે કે કેમિકલ ભરેલું ટેન્કર હોવા છતાં આગલગી નહતી નહીતો ખૂબ વિકરાળ સ્વરૂપ થતું
ઘટનાની ગંભીરતા ધ્યાને લઇયે તો દાહોદ મુવાલીયા ક્રોસિંગ ઉપર મોડી રાત્રી સુધી અને વહેલી સવારથી આજુબાજુના 10 ગામોના લોકોનું આવનજાવન શરૂ થઈ જાય છે પણ આ ચોકડી ઉપર એક મોટું સિર્કલ હોવું જરૂરી છે અને ફ્લડ લાઈટ્સ પણ અત્યંત જરૂરી છે. પરંતુ આ મામલે ના તો હાઇવે ઓથોરિટી ના તંત્ર કોઈ ધ્યાન આપી રહ્યું છે. આ ભૂલનો ભોગ ગરીબ આદિવાસી ગ્રામજનો અને આ રસ્તે જતા લોકો ભોગ બની રહ્યા છે. ભૂતકાળમાં પણ આ ચોકડીએ અસંખ્ય લોકોના ભોગ લીધા છે તેમ છતાં હાઈવે ઓથોરિટીના માથાની ઝૂ નથી રેંગતી
શું હજી વધુ મોત નો સિલસિલો જોવા માટે નહાઈ રાહ જોશે કે સત્વરે કોઈક પગલાં ભરી મુવાલીયા ક્રોસિંગ ઉપર એક સર્કલ અને લાઈટો કરશે ??? તે લોકો માટે ફરી એકવાર થોબો અને રાહ જુઓ વાળી કહેવત સાબિત થશે.