દાહોદ ના વર્ષો જુના અને આસ્થાનાં પ્રતિક એવા દાહોદ શહેર ના મુખ્ય બજાર ખાતે રિદ્ધિ સિદ્ધિ સાથે બિરાજમાન એવા શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ બાપ્પાના દર્શન
આસ્થાનાં પ્રતિક રૂપ ગણાતા આ સિદ્ધિ વિનાયક ના દરબારમાં કોઈ પણ નાત જાત ના ભેદભાવ વગર લોકો દર્શન કરવા શ્રદ્ધા થી ઉમટી પડે છે પ્રાચીન તથા પૌરાણિક ગણાતા આ મંદિરના મુખ્ય પુજારી કૃષ્ણકાંત વી. ભટ્ટ ના જણાવ્યા અનુસાર આ મંદિર માં જે ભક્ત સાચી શ્રદ્ધા અને આસ્થા રાખી સાચા મન થી પોતાની મુશ્કેલી માં માર્ગ મેળવવા માટે આ ગણપતિ બાપ્પા ની’બાધા રાખે છે તે પૂર્ણ થાય છે અને આ કહેવા માટે પરંતુ આ બાબત ના ઘણા કિસ્સાઓ મેં મારી ચાલીસ વર્ષની સેવા ભક્તિના સમયગાળા દરમિયાન પ્રત્યક્ષ જોયા છે
શું આવી આસ્થા નું પ્રતિક ગણાતા શ્રી સિદ્ધિ વિનાયક મંદિર ના દર્શન થી આપણે વંચિત છીએ? અને જો ખરેખર હોઈએ તો ગણપતિ બાપ્પાના આ ઉત્સવ દરમિયાન આપને સૌ તેમના દર્શન કરી આપના વિઘ્ન હરવા માટે પ્રાર્થના કરવી જોઈએ