Keyur Parmar Dahod
દાહોદ ગોદી રોડ ઉપર આવેલ નૂર બાગ ની રેસીડેન્સીમાં ગઈ કાલે બપોરે 12વાગે હસનજી પરાવાલાના ઘરના તમામ સંભ્યો પોતાના સગા ને ત્યાં લગ્ન હોઈ જમવા ગયા હતા ત્યારે તેમના ત્યાંથી 42લાખ ના દાગીના અને 20,000/- રોકડ ની ચોરી થઇ હતી. દાહોદ પોલીસ ને જાણ થતા ની સાથે દાહોદ પોલીસની તમામ વિંગના અધિકાર્યો અને નાયબ પોલીસ અધિક્ષક હર્ષદ મેહતા ઘટના સ્થળ ઉપર આવી પહોચ્યા હતા અને ત્યાં પરિસ્થિતિનો તાગ કાઢી બનાવ ની વિગત લઇ ડોગ સ્કોડની મદદ લીધી હતી અને તેનાથી થોડી હિન્ટ મળી હતી કે ઘટના ને ઘરના ભેદી એજ અંજામ આપ્યો હોઈ શકે કેમ કે ઉપરથી ઘરમાં આવવા માટે કટો ઉપરનો દરવાજો તોડવો પડે પરંતુ અહી કોઈ તુત્ફૂત ના દેખાતા પોલીસ ઘરની નોકરની ને લડીઝ પોલીસ ને હવાલે કરી પણ સરુઆતમાં તો તે કબુલવા તૈયાર જ ના હતી.આ બધું સારું હતુંનેજ પછી અડધા કલ્લાકમાં સ્થળ ઉપર દાહોદ જીલ્લા પોલીસ વડા આવ્યા અને આ કાર્યવાહી ને વેગ મળ્યો હોય તેમ દાહોદ પોલીસે આ નૌક્રાણીની સઘન પુછપરછ કરી પોલીસ ભાષામાં તપાસ કરતા તેને કબુલ્યું કે તે કામ કરી અને પાચલ થી સીધી ઉપર ચડી ગઈ હતી અને તેને ઉપની સ્ટોપર અન્દેર થી ખુલ્લી રાખી હતી કારણ કે તેને ખબર હતી કે બપોરે ઘરના બધાજ સભ્યો જમવા જવાના છે. અને આ મોકાનો લાભ લઇ તેણીએ ઘરમાં ખુલ્લો રહેલ દરવાજાનો ઉપયોગ કરી ઘરમાં પ્રવેશી અને ઘરની તમામ તિજોરીઓ અને તેની ચાવીયો ક્યાં હોય છે તેની તેને પૂરે પૂરી માહિતી હોવાથી તે તમામ સોનાના દાગીના કુલ રૂપિયા 42લાખના અને રોકડા રૂપિયા 20,000/- લઇ અને રોજ ની જેમ આ બધું પ્લાસ્ટિક ની થેલીમાં ભરી અને લઇ ને જતી રહી. પરંતુ એની આશાઓ ઉપર પાણી ફેરવી દીધું દાહોદ ની પોલીસે અને ડોગ સ્કોડ ની મદદ થી આ અખા ગુનાનો પરદા ફાર્ષ કર્યો હતો અને તેના ઘેર દેલસર જઈ અને માળિયામાં મૂકી રાખેલ આ દાગીના અને રોકડ ની થેલી પોલીસે કબજે કરી અને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
દાહોદ ની આટલી મોટી રેસીડેન્સીમાં CCTV નો અભાવ મકાન માલિકના ત્યાં CCTV હતું પણ કામ નસીબે આગલે દિવસે રાત્રેજ હાર્ડ ડિસ્ક કરપ્ટ થઇ.
લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે કમસે કામ વધુ પડતો વિશ્વાસ ઘરમાં કામ કરવાવાળા પર ના રાખવો અથવા તો ઘરની આજુબાજુ કામ ચાલતું હોય તો પણ થોડી જગ્રુતા બતાવી જોઈએ અને બને તો જે લોકો અફોર્ડ કરી શકે તેમ હોય તેવા લોકોએ તો CCTV લગાવવાજ જોઈએ દાહોદ જીલ્લા પોલીસ વડા અને નાયબ પોલીસ વડા હર્ષદ મેહતા નું આ જનતાને સુચન છે.